SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામે આપણું ત્રણે પરિવાર વચ્ચે ભારે અંતર પડી ગયેલ છે. એ અંતર પુરાઈ જાય અને આપણું ત્રણે પરિવારો એક બીજાને બરાબર ઓળખે, પોતાના મૂળપુરુષના સંબંધો જાણી પ્રેમ–એકતા અનુભવે, તે જ આપણી માનવતા શેભે એમ છે. આ અંતર શા માટે પડયું છે? કોણે પાડયું છે? કોણે એ અંતરને વધાર્યું છે? એવા અનેક પ્રશ્નને ઊભા થાય એમ છે. તેને ઉત્તર આપવા જતાં વહીવંચાની પેઠે અહીં પેઢીઓની પેઢીઓનો ઇતિહાસ આપવો જોઈએ; પરંતુ એ માટે આ સ્થળ ઉપયુક્ત નથી એટલે એ વિશે કશું ન લખતાં અંતરને દૂર કરવાના, અંતરને સાંધવાના, ત્રણે વચ્ચે પિતાની જૂની ઓળખાણ તાજી કરવાના ઉપાયો વિશે થોડું ઘણું જણાવવું જરૂરી છે. ભારતવર્ષનો નગાધિરાજ હિમાલય એક જ છે અને સમુદ્ર પણ એક જ છે. નગાધિરાજમાંથી ગંગા વગેરેના અનેક જળપ્રવાહ નીકળેલા છે અને તે બધા સમુદ્રમાં જઈને ભળી જાય છે. એ બધા પ્રવાહનું ઉદ્ગમસ્થાન એક જ છે, તેમ વૈદિક ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધધર્મ એ ત્રણે ધમપ્રવાહનું ઉદ્ગમસ્થાન એક આત્મનિષ્ઠા છે; અને જેમ એ જલપ્રવાહનું સંગમસ્થાન એક મહાસાગર છે, તેમ આપણું ત્રણે ધર્મપ્રવાહનું સંગમસ્થાન નિર્વાણ છે–ત્રણે પ્રવાહનું પર્યવસાન નિર્વાણમાં જ થાય છે. આ રીતે આપણે બધા ધર્મ ના સંપ્રદાયનું મૂળ અને પર્યવસાન એક જ છે. એટલે આપણે એક બીજાને ઓળખવા-સમજવા વિશે સતત અભ્યાસ કરવો જોઈએ અથવા પૂછી પૂછીને એ બાબત જાણી લેવું જોઈએ, એમ કરી કરીને પરસ્પર સમતા ને મૈત્રી ખીલવવી જોઈએ. જળપ્રવાહ જેમ વિશેષ લાંબા તેમ તેમાં વાંકૉક, ઊંડાઈ છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે રહેવાનાં જ. આજ લગી કોઈ પણ જળપ્રવાહ એવો નથી જણાય, જે તદ્દન સીધો અને સ્વચ્છ વહી જઈ મહાસાગરમાં ભળી જતો હેય; તે જ પ્રમાણે બહુ સમયથી ચાલ્યો આવતે કોઈ પણ ધર્મપ્રવાહ એવો નથી, કે જેમાં વાંકઘાંક ઊંડાઈ, છીછરાપણું, સ્વચ્છતા, માલનતા વગેરે ન પઠાં હેય. આમ છતાં આ વાત નક્કી છે, કે ભારતીય ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy