Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ મંત્રીઓના હાથમાં સોંપી આવ્યા છે. તેઓ રાજ્ય હડપીને કુમારને મારી નાખશે !” પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાનમાં આ શબ્દો પડ્યા. તેમનું ધ્યાન વિચલિત થયું અને ધ્યાનમાં જ તેમની સ્મૃતિ બીજે દોડવા લાગી. તેમને થયું કે તેઓ મહેલમાં પહોંચ્યા. ત્યાં દુ–મંત્રીઓને પડકાર કર્યો. અને તેમની વચ્ચે યુદ્ધ ચાલ્યું. તેમણે કેટલાયે સૈનિકોને કચ્ચરઘાણ વાળી નાખ્યો. અંતે એક સૈનિકના ખગને પ્રહાર તેમના મસ્તક ઉપર થયે. તેઓ પિતાને મુગટ સંભાળવા ગયા. યોગાનુયોગે રાજગૃહી નગરીમાં મહાવીર ભગવાન પધાર્યા હતા. તેમને વાંદવા રાજા શ્રેણિક ગયા. તેમણે પણ માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ તેમનાં તપ–ધ્યાનના વખાણ કરતાં ભગવાનને પૂછ્યું કે “રાજર્ષિ કાળધર્મ પામી કયાં જશે?” આ પ્રશ્ન પૂછાયો તે વખતે રાજર્ષિ પ્રસન્નચંદ્રના ધ્યાનમાં કુ-સ્મૃતિના ઘેરાવાના કારણે તેઓ માનસિક રીતે સંહાર યુદ્ધ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે કહ્યું: “અત્યારે સાતમી નરકે!” થોડીવાર બાદ ફરી શ્રેણિકે કહ્યું: “કેમ ?” “હવે તેઓ મુકિતએ જશે!” ભગવાન મહાવીરે કહ્યું અને થોડીવારે તેઓ મુક્તિએ પધાર્યાના સમાચાર આવ્યા. શ્રેણિકને તે ન સમજાયું એટલે ભગવાન મહાવીરે બધી વાત કરતાં કહ્યું : “જ્યારે તમે મને પહેલી વાર પૂછયું ત્યારે પ્રસન્નચંદ્ર ઘેર માનસિક સંહારમાં લાગ્યા હતા અને તે જ ક્ષણે તે તેમના માટે નરક જ હતી. પણ જ્યારે બીજી વાર “કેમ” પૂછ્યું ત્યારે તેમને હાથ મસ્તક ઉપર જતાં તેમને પુનઃ સ્મૃતિ થઈ કે અરે હું તો સાધુ છું-મારે માટે આ બધું યોગ્ય છે? તેમને પોતે કરેલ માનસિક હિંસા માટે પસ્તાવો થયો અને તેમાં જ તેમનાં બધાં કર્મો જોવાઈ ગયાં અને તેની ઉગ્રતાએ તેમણે દેહ-ત્યાગ કર્યો અને તેમને આત્મા મુક્ત થયે” આ પ્રસંગમાં બે વસ્તુ જાણવા જેવી છે કે સ્મૃતિ-વિકાસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 374