Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ સ્મૃતિ થાય છે. પણ, આ બધા કરતાં બે કંઈક વધુ મારે કરવાનું છે એ વિચારે સ્મૃતિને વિકાસ થાય છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ તે વળે છે અને વિજ્ઞાનના સંશોધન વડે પરમજ્ઞાનને પ્રાપ્ત કરે છે. એટલે સ્મૃતિની પ્રકૃતિ સ્વાભાવિક રીતે આગળ વધવામાં છે. જીવ સંપૂર્ણતાને ન પામે ત્યાં સુધી તેને ૫ વળતો નથી. પણ છવ ધારે અને તેને પામે એવું થતું નથી. સ્મૃતિઓમાં સુસ્મૃતિઓ અને કુસ્મૃતિઓ છે. સુસ્મૃતિઓ જીવનને આગળ વધારે છે ત્યારે કુસ્મૃતિઓ જેને મૃતિની વિકૃતિ તરીકે ઓળખાવી શકાય તે તેને પાછળ ધકેલે છે. એટલે જ મોટા-મોટા સંતોને પથભ્રષ્ટ થતાં આપણે સાંભળીએ છીએ. તેઓ પિતાની ક્ષુદ્ર દુનિયામાં જ અટવાઈને પડયા રહે છે. જે જીવન કેવળ ખાવા-પીવામાં જ પસાર કરવાનું હોય કે કુટુંબ કબીલાની સંભાળ સુધી જ હોય તે પછી મનુષ્ય-જીવન અને પશુ-જીવન કે જંતુ-જીવનમાં કંઈ ફરક રહેતું નથી. મુસ્કૃતિનું જોર વધે છે, ત્યારે સ્વાર્થ માટે ભાઈને ભાઇને, પતિને પત્નીને, બાપને બેટાને કે એ રીતના અન્ય વિનાશ કરતા પ્રસંગે સામે આવે છે. તે પછી જીવનને ટકાવી રાખવા માટે પિતાનાં જ બચ્ચાને ખાઈ જતાં જંતુઓ અને માણસમાં ક્યાં ફરક રહ્યો ? તેથી સ્મૃતિ-વિકાસને અર્થ સુસ્મૃતિઓ સાથે આગળ વધવાનું છે. એમાં કયાંયે વિકૃતિ આવી તે વિકાસની ટોચે પહેચેલો જીવાત્મા નીચે પડી શકે છે. આના માટે જૈન સૂમાં “પ્રસન્નચંદ્ર રાજર્ષિઓનો દિખલા સમજવા જેવું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને વૈરાગ્ય આવતાં તેમણે પોતાના બાળકુમારને ગાદીએ બેસાડી મંત્રીઓને તેને કારભાર સોંખે. પછી પોતે દીક્ષા લઈને નીકળી પડ્યા. વિચરતાં-વિચરતાં રાજગૃહી આવ્યા. ત્યાં એક સ્થળે ધ્યાન ધરીને ઊભા હતા. તે વખતે બે સૈનિકો ત્યાંથી નીકળ્યા. એકે કહ્યું : “જોયું આ રાજર્ષિ પ્રસન્નચંદ્ર છે! કે ત્યાગ કરીને સંયમ માર્ગે આગળ વધ્યા છે!” બીજાએ કહ્યું : પિતે તે સંયમ લઈ લીધો પણ પુત્રને દુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 374