Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 122
________________ ૪૨ આપણાં કપડાં અને પર્યાવરણ આપણા ખર્ચનો મોટો ભાગ આપણાં પડાં પાછળ હોય છે અને આ ખર્ચ દરેકે દરેક વ્યક્તિ કરે છે. ગરીબ અને બેકાર લોકો પણ. એટલે આપણા દેશનો કાપડ પાછળનો ખર્ચ અત્યંત મોટો અને સતત છે. Jain Education International ૧૧૫ આજે આપણે અનેક જાતનું કાપડ વાપરીએ છીએ. સિન્થેટિક, સુતરાઉ, રેશમ, ઊન વગેરે. આ જુદીજુદી જાતનાં કાપડની આપણા પર્યાવરણ પર શી અસરો છે? કાપડની ખરીદી મુખ્યત્વે બહેનો કરે છે. વળી તેઓ પોતાના કુટુંબને માટે પણ કાપડ ખરીદે છે. એટલે જ નવી નવી ફેશનો દ્વારા બહેનોને કાપડ ખરીદવા લલચાવવા કાપડ ઉદ્યોગ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. બીજી બાજુ કાપડના ઉત્પાદનમાં અને જાહેરખબર તેમ જ વેચાણમાં પણ ઘણી બહેનો કામ કરે છે. તેથી જુદીજુદી જાતનાં કાપડની આપણા પર્યાવરણ પર શી અસરો છે તેની માહિતી લંડનની એક સંસ્થા “ધ વીમેન્સ એન્વાયર્નમેન્ટ નેટવર્ક ટ્રસ્ટ (બહેનોનું પર્યાવરણ માહિતી માટેનું ટ્રસ્ટ) એ બહાર પાડી છે. એનાં તારણો જાણવાં જેવાં છે. સિન્થેટિક કાપડ : સૌથી પહેલું સિન્થેટિક કાપડ નાયલોન હતું, જે ૧૯૩૫માં બનાવાયું હતું. તે પછી એડ્ડીલિક અને પોલિયેસ્ટર કાપડ આવ્યાં. છેલ્લે લિા જેવાં ઈલાસ્ટિક કાપડ આવ્યાં. આ બધાં કાપડ અને એમની અનેક જુદી જુદી જાતો એ પેટ્રોકેમિકલ ઉદ્યોગની બનાવટો છે. એમનાં ઉત્પાદન માટે જે ખનિજ તેલ વપરાય છે એના અંદાજ જુદાજુદા છે, પણ દુનિયાના ખનિજ તેલના કુલ વપરાશના લગભગ ૯ ટકા સુધી આ કાપડના ઉત્પાદન માટે વપરાય છે. એક અંદાજ પ્રમાણે રોજના ૨૩,૦૦૦ બેરલ ખનિજ તેલ આ ઉત્પાદન માટે વપરાય છે. સિન્થેટિક કાપડ બનાવવા માટે કુદરતી કાપડ બનાવવા કરતાં ઘણી વધારે ઊર્જા વપરાય છે. ઉપરાંત એ કાપડ ફરીથી કુદરતી દ્રવ્યોમાં ફેરવી શકાતું નથી. ઈંગ્લેન્ડનાં હમણાંનાં સંશોધનો બતાવે છે કે ત્યાં જે નાઈટ્રસ ઑક્સાઈડનું પ્રદૂષણ છે એમાંનું અડધા ઉપરાંતનું નાયલોનના ઉત્પાદનને કારણે છે. નાયલોન, પોલિયેસ્ટર અને એડ્ડીલિક બનાવવામાં વપરાતા સુંવાળા થર્મોપ્લાસ્ટિક્ની અસર, ખાસ કરીને જે લોકો દમ અને એલર્જીથી પીડાય છે તેમને થઈ શકે છે કારણ કે એ તાંતણા શરીરની ચામડીનાં સંપર્કમાં આવતાં ગરમી પકડે છે અને તેથી રસાયણોની નિશાનીઓ મૂકી શકે છે. લગભગ ૧૦ ટકા લોકો ખાસ કરીને બાળકો ઉપર કોઈ ને કોઈ સિન્થેટિક કાપડની અસર થાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162