Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ ગઈકાલ કે આજના નહીં આવતી કાલના ગામડાનું ચિત્ર | ૧૪૩ : અલબત્ત, આવા ગામડામાં મોટરો, ટ્રકો, રેલ્વે, એરોપ્લેન અત્યારની જેમ દોડતાં ન હોય. પરંતુ જો ઉત્પાદન કરવા માટેની, તેને વેચવા માટેની તેમ જ ઘરેથી કામ કરવાની જગા પર દૂર પહોંચવા માટેની આવાં સાધનોની જે મુખ્ય જરૂરતો છે એ જરૂરતો જ નાબૂદ થાય તો એમની અનિવાર્યતા પણ ઘણી ઓછી થઈ જાય. સગાંઓ, મિત્રો, સહકાર્યકરો, આપસઆપસમાં રહેતા હોય તો સામાજિક પ્રસંગો, ઉત્સવો, સાજગી-માંદગી વગેરે માટે પણ એમનો ઉપયોગ ન રહે. આ સાધનોનો ફાયદો જ્યારે તેમનો ઉપયોગ લોકો પેતાના મનગમતા પ્રવાસ માટે કરી શકે ત્યારે હોય છે, છતાં પશ્ચિમના દેશોમાં જ્યાં આવાં સાધનો બધાને ઉપલબ્ધ છે ત્યાં લોકો દારૂ અને ડ્રગ્સ તરફ વળ્યા છે કારણ કે તેઓ કહે છે કે જેમ દેશપરદેશ ફરીને બહારની દુનિયા જોવાની છે તેમ પોતાનામાં જ અંતર્મુખ થઈને આપણી પોતાની અંદરની દુનિયા પણ જોવાની છે. અત્યારના અર્થતંત્રમાં પૈસાની સર્વોપરિતા તથા એ મેળવવા માટે ગળાકાપ હરીફાઈ હોવાથી મિત્રો મતલબી અને સગાં પણ સ્વાર્થનાં બની જાય છે. પરંતુ ઉપર જોયું એ ગામડાના અર્થતંત્રમાં પૈસાની જરૂર તદ્દન જ ઓછી થઈ જાય કારણ કે ગામડાના બજારમાં વેપાર હવાલા પાડીને થઈ શકે. ઉત્પાદન કરવા માટેનું સાધન મેળવવામાં માટે અત્યારે પૈસાની જે અનિવાર્ય જરૂર છે તે દૂર થાય એ આ ગામડાનું મુખ્ય ઉપયોગી લક્ષણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે બધી વસ્તુઓ પૈસાથી જ મળતી હોવાથી માણસ પૈસા મેળવવાનો જ પ્રયત્ન કરે છે. જ્યારે ઉપર જોયું તેવા ગામડામાં માણસે પોતાને જોઈતી વસ્તુ મેળવવા સામા માણસને પૈસા નથી આપવાના પરંતુ ગામના લોકોને ઉપયોગી એવી કોઈ વસ્તુ અથવા એમના જીવનને સમૃદ્ધ બનાવે એવી સેવા આપવાની છે. તેથી માણસ પૈસા બનાવવા પાછળ નહીં ને પણ સમાજને માટે, પોતાની આસપાસના લોકોને માટે, પોતે સૌથી વધુ ઉપયોગી કઈ રીતે થઈ શકે એ કરવા પાછળ પડે. આવું ગામડું જરૂર રચી શકાય કારણ કે એમાં પૈસા કે સરકાર કશાની તરફ મીટ માંડીને બેસી રહેવાની જરૂર નથી દરેક ગામડે એ રચી શકાય. અત્યારે મળી શક્તી કોઈ પણ વસ્તુનો એમાં નિષેધ નથી. પરંતુ અત્યારે જે ભયંકર ગરીબાઈ છે તેને બદલે એકબીજાને સેવાઓ આપીને લોકો પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે. પ્રશ્ન થશે કે જે આ આટલું બધું સારું હોય અને સહેલું હોય તો એ પ્રમાણે આજે થતું કેમ નથી. કારણ એ છે કે લોકોની મુખ્ય અને અનિવાર્ય જરૂરત કાપડ ગામડામાં બનતું નથી. તેથી દરેક જણ માટે એ બહારથી લાવવું પડે છે, તેથી એને માટે પૈસાની જરૂર પડે છે, તેથી પૈસા કમાવાનો કોઈ રસ્તો શોધવો પડે છે. કાં તો મજૂરી કરવી પડે છે કે નોકરી શોધવી પડે છે, જે મળતી નથી અને મને તો ય એમાંથી પૂરતા પૈસા મળતા નથી. આમાંથી પરિણમતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162