Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૮ ૪૬ રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ જ્યારે ગ્રામજનોને રેંટિયો શીખવવાની મેં શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં તો અદ્યતન ટૅક્નૉલૉજીના અંધ મોહને કારણે અંબરચરખાથી પણ આગળ શોધાયેલો ડબ્બા ચરખો શરૂ કર્યો હતો, પરંતુ થોડા વખતમાં તે છોડી દેવો પડ્યો. કારણ કે અનુભવે એની અનેક ખામીઓ સમજાઈ : તેના, તેમ જ અંબરચરખા, માટે જરૂરી પૂણી લોકો જાતે ન બનાવી શકે જે રોજની જરૂરિયાત છે. મોટા મશીન ઉપર જ તે પૂણી બને. વળી એ ચરખાઓમાં અમુક સરખી લંબાઈના તાંતણાવાળું જ રૂ વાપરી શકાય, જ્યારે રૂની તો અનેક જાતો હોય છે. જેમના તાંતણાની લંબાઈ જુદી જુદી હોય છે અને એક ખેતરમાં જ ચાર ફાલ વખતે જુદીજુદી લંબાઈના તાંતણાવાળું રૂ ઊગે છે. ઉપરાંત, ટૂંકા તાંતણાનું રૂ. જે દરેક ગામડે ઉજ્જડ જમીનમાં અને ઓછા વરસાદમાં પણ ઉગાડી શકાય તે આ ચરખામાં ઉપયોગી નથી. વળી, અંબરચરખામાં લાંબા તાંતણાનું રૂ વપરાતું હોઈ સૂતર ખૂબ ઝીણું અને તેથી કાપડ પણ પાતળું બને છે, જ્યારે ગામડાંનાં ભાઈબહેનો માટે પારદર્શક કાપડ ઉપયોગી નથી. જાડું કાપડ બનાવવા સૂતર ડબલ કરીએ તો વધારે કંતાવાના ફાયદાનો છેદ ઊડે. ઉપરાંત, ત્રાકની સંખ્યા વધે તો અંબરચરખો ચલાવવામાં વધારે જોર કરવું પડે, જ્યારે રેંટિયાનો ઉપયોગ તો નબળા અને ઘરડા લોકો માટે છે જે સહેલું અને હળવું કામ કરવા માગતા હોય. વળી, અંબરચરખો ગામડાંમાં ન બની શકે. બહારથી લાવ્યા પછી પણ અમુક ભાગ તૂટે તો ગામડાંમાં ન મળે. ટૂંકમાં અંબરચરખો ચલાવવા, ચરખા, રૂ તેમ જ પૂણી માટે ગ્રામજનોને સતત અને સંપૂર્ણપણે બીજા પર આધારિત રહેવું પડે. તેથી આ વસ્તુઓ પૂરી પાડનાર વ્યક્તિ કે સંસ્થા જે વળતર આપે તે તથા તેમની શરતો માન્ય રાખીને જ કામ કરી શકાય. અંબરચરખાની કિંમત રૂ. ૨૭૫૦ છે. ઉપરાંત સંસ્થા, વ્યવસ્થા, રેંટિયો પૂણી બનાવવાનાં યંત્રો, વાહનવ્યવહાર વગેરેના ખર્ચા ચડે એટલે કાંતનારને ભાગે ખાદીની કિંમતનો થોડો ભાગ જ આવે. ખાસ તો અંબરચરખામાં સ્વતંત્ર રીતે કાપડ બનાવવાની વાત તો બાજુએ જ રહે અને ગ્રામજનો સ્વતંત્ર રીતે કાપડ ન બનાવી શકે તો ગામમાં બાકીના લોકોને પણ તેમનું કાપડ લઈ તેના બદલામાં આપવા વસ્તુ બનાવવાના ધંધા ન મળે. રેંટિયાનો મૂળ હેતુ જ નાશ પામે. Jain Education International - આથી અમે પેટી રેંટિયો લીધો. ઝૂંપડાવાસનાં ભાઈબહેનોએ તે શહેરમાંથી ખરીદ્યો અને પૂણી જાતે બનાવી લીધી. શરૂઆતમાં તો પેટી રેંટિયાની મુશ્કેલી ખ્યાલમાં ન આવી, પણ જ્યારે જોયું કે એક કિલો રૂ ૧૨ રૂપિયામાં મળતું હતું અને તેમાંથી એક કિલો એટલે કે ૯ ચોરસ મીટર કાપડ બનતું હતું અને વણકર - છીપાને ત્રણેક મીટર આપતાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162