Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 154
________________ ડી-હૂહ' | ૧૪૭ ઉપાય મળતો નથી તે ઉપાય લાકડી ફેંટિયો જોઈને મળી ગયો હોય તેમ લાગે છે. એટલે તેમણે લાડી રેંટિયાને ડી-છૂક ગુલામીમાંથી છૂટવા માટેનું સાધન કહ્યો. ગયે મહિને જે પરિષદ હતી તે શાંતિ માટે સંશોધન અને પ્રયત્ન કરતા વિદ્વાનોની હતી. અત્યારના તંત્રોમાંથી છૂટવાનો બીજો કોઈ જ ઉપાય નથી એટલે આ રીતે છૂટવાનો રસ્તો મળતાં તેમને રેંટિયો અત્યંત ઉપયોગી લાગ્યો. એટલે સુધી કે દુનિયાના બધા દેશોમાં મિલના કાપડની હોળીઓ થવી જોઈએ ત્યાં સુધી ચર્ચા થઈ. ઘણાએ કહ્યું કે આ પહેર્યું છે એ મિલનું કાપડ ખૂંચવા લાગ્યું છે. શાંતિ સંશોધન અને સક્રિય કાર્યની દિશામાં અગ્રણી એવા એક પ્રોફેસરે કહ્યું કે આ હિસાબે તો પરિષદમાં બધાં રેંટિયો કાંતવા માંડશે. મને પણ થયું કે બધાને લાકડી રેંટિયો અથવા કમ સે કમ તકલી મળવી જોઈએ. જેથી તેઓ અત્યારના દમનકારી અને શોષણકારી તંત્રમાંથી “ડી-હુક કરી શકે. “ડી-ક' શબ્દ એટલો અસરકારક છે કે બહેનોના પ્રશ્નો અંગેના સંમેલનમાં પણ તે બહુ ઉપયોગી બન્યો. આ ઘણું રસપ્રદ છે. કારણ કે અત્યારે તો બહેનો માટે ઊલટાનું કપડાં અત્યંત મહત્ત્વનાં માનવામાં આવે છે. સામયિકો, દૂરદર્શનના કાર્યક્રમો વગેરેમાં કપડાંની નવી ફેશનો, નવી નવી જાતનાં ૫ડાંની ડિઝાઈનો, ફેશન-શો વગેરે બતાવવામાં આવે છે. એ પડાં બનાવવા માટે અને એમનો પ્રચાર કરવા માટે બહેનો દર્શો સામે ચાલી બતાવે છે, પરંતુ મૂળ સમજવાની વાત તો એ છે કે બહેનોનો અત્યારનો ઊતરતો દરજજે, પુરુષોની સરખામણીમાં તેમની અવગણના, તેમને થતા અન્યાય અત્યારના તંત્રને કારણે છે કે જેનું એંજિન છે કાપડ, અને કાપડનું યંત્રોથી ઉત્પાદન. જે તંત્ર પુરુષો યંત્રો વડે ચલાવે છે અને જે તંત્રમાં બહેનોની અવગણના થાય છે એ તંત્રના ચાલક બળ એવાં કપડાંનો પ્રચાર કરવામાં બહેનો શા માટે ભાગ લે બહેનોએ એ વિચારવાનું છે કે તેમનાં કપડાં કેવાં દેખાય છે એ મહત્ત્વનું નથી પણ તેમનાં કપડાંને કારણે આખું અર્થતંત્ર ચાલે છે તે મહત્વનું છે. " આંતરરાષ્ટ્રીય પરિષદમાં આવેલી પરદેશી બહેનોને પણ રેંટિયો જોઈને આ વાત સ્પષ્ટ થાય છે. કેટલીક અગ્રણી મહિલાઓએ મને કહ્યું કે અમે કપડાંનો આ રીતે તો વિચાર કરેલો જ નહિ. પણ હવે સ્પષ્ટ દેખાય છે કે કાપડ જો મિલોને બદલે ઘેર ઘેર બને તો સમગ્ર અર્થતંત્રમાં સત્તાનાં સમીકરણો બદલાઈ જાય અને બહેનો તરત જ આગળ આવી જાય. - સફેદ ખાદીનાં કપડાં પહેરવાં એટલા માટે જરૂરી છે કે એ સંદેશ સ્પષ્ટ બને કે આપણાં કપડાંનું મહત્ત્વ એ કેવાં દેખાય છે તેમાં નથી પણ એ કેવું અર્થતંત્ર સર્જે છે તેમાં છે. ખાદીનું સૌંદર્ય એ કયા રંગની છે એમાં નથી. એનું સૌદર્ય એમાં છે કે એ આપણને અત્યારના મનકારી તંત્રમાંથી છોડાવે છે, ડી-હક કરે છે, અને નવું સમૃદ્ધિ, શાંતિ અને સ્વતંત્રતા આપનાર અર્થતંત્ર રચે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162