Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪. | ધન્ય આ ધરતી ગરીબાઈને કારણે ગ્રામજનો પાસે ખરીદશક્તિ ન હોવાથી આજે ગામડાંમાં માણસ પોતાના ગામના બજાર માટે પણ ઉત્પાદન કરી શકતો નથી. આ વિષચક્રમાંથી બહાર નીકળવા માટે જે એક વસ્તુનું પોતાના જ ગામમાં આજે પણ મોટું બજાર છે, એ કાપડનો ધંધો ગામડાનો માણસ પોતાના જ ગામના બજાર માટે કરી શકે. કોઈ પણ મિલ કરતાં ઘણું વધારે સસ્તુ અને સુંદર કાપડ માણસ ગામડામાં બનાવી શકે અને તેથી ગામના બજારમાં વેચી શકે. ગ્રામજનો માટે જરૂરી કાપડ ત્યાંના દસ જ ટકા લોકો બનાવી શકે એટલે બાકીના નેવું ટકા લોકો પછી અનેકવિધ વસ્તુઓ બનાવી શકે, આ વસ્તુઓ સાદાં સાધનોથી પણ ઝડપથી બનતી હોઈ તે અઢળક પ્રમાણમાં બની શકે અને ગામ સમૃદ્ધિથી છલકાઈ શકે. એ નોંધવું જોઈએ કે ગામડામાં આ મુજબ સમૃદ્ધિ ઊભી કરવામાં પશ્ચિમના દેશોના પ્રમાણમાં આપણે ઘણા ભાગ્યશાળી છીએ, કારણ કે પશ્ચિમના દેશોમાં ઠંડી એટલી બધી વધારે છે અને સૂરજ એટલો થોડો છે કે એમની મૂળભૂત જરૂરતો આપણાથી ઘણી વધી જાય છે. દાખલા તરીકે એમને ખોરાક વધારે જોઈએ, કપડાં ઘણાં વધારે જોઈએ. ઘર બરફવર્ષામાં ટકી એવાં જોઈએ. ફક્સ એટલી ઠંડી હોય કે એના પર બેસી કે સૂઈ ન શકાય એટલે ફરજિયાત ખુરશીઓ અને પલંગો જોઈએ. એના પર ચાલી પણ ન શકાય એટલે જાજમો જોઈએ. બહાર જતાં મજબૂત બૂટ, મોજાં, હાથમોજાં, ટોપી વગેરે જોઈએ. ઘર, ઑફિસ, વાહનો, દુકાનો, જાહેર સ્થળો બધું ગરમ રાખવું પડે, બધે સતત ગરમ પાણીની વ્યવસ્થા રાખવી પડે. સૂરજ ઓછો હોવાથી કૃત્રિમ પ્રકાશની સગવડો જોઈએ. પાણીના નિકાલ અને સૂકવવાની સગવડો વધારે જોઈએ. કુદરતી સંપત્તિ પર ઓછા સૂર્યપ્રકાશની અસર કેટલી પડતી હશે એ અટકળનો વિષય છે પરંતુ આપણે આજે પણ જાણીએ છીએ તેમ અનેક કુદરતી સંપત્તિ જેવી કે રબર, તાંબુ, ચા, ખાંડ વગેરે પૃથ્વીના ઉષ્ણકટિબંધમાં મુખ્યત્વે મળે છે. પરંતુ આપણા દેશનાં લાખો ગામડાં માટે આ રીતે સમૃદ્ધિ સર્જવાનું શક્ય છે. આ વાત ગામડાના જમીનધારી ખેડૂતને ઘણી ઉપયોગી હોઈ એ આનું સંયોજન કરી શકે અને પોતાના ગામના સિત્તેર ટકા લોકો જે જમીન વગરના છે તેમને ઉદ્યોગોમાં પ્રવૃત્ત કરી ગામમાં જીવનધોરણ ઊંચું લાવી શકે. બીજી બાજુ આજે જે યુવાનો શિક્ષિત બેકારો છે, તેઓ પણ ગામડામાં જઈને આ રીતે ચીજવસ્તુઓના ઉત્પાદનથી ગામને સમૃદ્ધ કરી શકે, એ કામને પોતાની કારકિર્દી પણ બનાવી શકે, ભલે અત્યાર સુધી એ થયું નથી પણ ગામડાંને સમૃદ્ધ જરૂર કરી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162