________________
૧૪ર | ધન્ય આ ધરતી
ચીજવસ્તુઓની છત અને ઊંચી ગુણવત્તા તથા કામધંધાની નિશ્ચિંતતા અને સ્વતંત્રતા હોય ત્યાં સ્વાભાવિક રીતે જ કલાકારીગરી ઉત્તમ કક્ષાએ ખીલી શકે. આવાં ગામડામાં સંગીત અને વાજિંત્રવાદન હોય. નૃત્યો અને નાટકો હોય. લોકોને પોતાને પણ ભાગ લઈને સામેલ થવા માટે નાચગાન હોય. ઉત્સવો અને તહેવારો હોય. આતશબાજી અને અબીલગુલાલની ઐબહાર હોય. અમેરિકાની છેલ્લી ફેશન અજનબી યુવાનોને સજીધજીને હળવાભળવા માટેનો ઉત્સવ ઉમિકસર છે તેવા મેળા ગામડામાં પણ હોય.
* અલબત્ત, ઉપર પ્રમાણેની વસ્તુઓ યંત્રોની જરૂર વગર ગામમાં જ બની શકે એવાં સાદાં સાધનોથી બની શકે. સાદાં સાધનોથી ઉત્પાદ્ધ ધીમી ગતિએ થાય છે, એમ દલીલ કરવામાં આવે છે. પરંતુ ઉપર જોઈ એ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી અને જરૂરી વસ્તુઓ બનાવવા માટે યંત્રો કરતાં સાદા સાધનો ઓછાં ઉપયોગી નથી. મુખ્ય ફેર એ છે કે ખાસ કરીને અનાજ માટે ખેતર ખેડવાનું અને કાપડ માટે સૂતર બનાવવાનું કામ યંત્રો દ્વારા વધારે ઝડપથી થઈ શકે. પરંતુ ખેતર ખેડવાનું કામ બળદ દ્વારા થઈ શકે અને બળદો તો દૂધ માટે ગાયો જરૂરી હોઈ મફત” હોય છે, એટલે કે ઉપયોગમાં ન લો તો નકામાં જવાના છે. તેમ જ સૂતર બનાવવાનું કામ ચાલીસ-પચાસ વર્ષની ઉપરના લોકો નિવૃત્તિના સમયમાં આરામથી થોડા કલાકમાં કરી શકે એવું કામ છે અને એ દ્વારા વડીલો સમાજનું જીવનધોરણ સમૃદ્ધ બનાવવામાં સહેલાઈથી પાયાનું પ્રદાન કરી શકે, જ્યારે આજના અર્થતંત્રમાં તેઓ કશું પ્રદાન ન કરી શક્યાથી “ભારરૂપ બને છે. આમ ખેતર ખેડવાના અને સૂતરના બનાવવાના જે બે કામોમાં મશીનની ઝડપ વધારે છે તે બંને કામોમાં મશીનો ઉપયોગી નથી. ઊલટાનાં આ કામોમાં મશીનો વાપરવાથી તે નિવૃત્તિની વયે માણસોને ભારૂપ બનાવે છે અને ગોપાલન તથા પશુસંપત્તિ વધારવામાં અવરોધરૂપ બને છે.
બીજી બાજુ, ગામડામાં જો મશીનોની જરૂરત નિવારી શકાય તો અત્યારે મશીનો જરૂરી હોવાથી લોકોને જે અનેકવિધ ગંજાવર બોજાઓ ઉપાડવા પડે છે તે નિવારી શકાય, જેવા કે બૅન્કો અને નાણામંત્ર, સરકારી ખાતાંઓ, સંરક્ષણ માટે અત્યંત ખર્ચાળ શસ્ત્રો અને લશ્કરી દળો, પુષ્કળ વાહનવ્યવહાર, પેટ્રોલ-હૂંડિયામણની કમાણી, અકસ્માતો, દુકાનો-વેચાણ વ્યવસ્થા-કમિશનોજાહેરખબરો, આ અસંખ્ય વચગાળાના માણસો જે ઉપયોગી વસ્તુ બનાવવાના નહીં પણ આ પ્રચંડ તંત્રને ચલાવવાના કામમાં રોકાયેલા છે.
વળી, શહેરોમાં માણસો રહે છે એક મકાનમાં, કામ કરે છે બીજા મકાનમાં અને ઉત્પાદન કરેલી વસ્તુ વેચે છે ત્રીજા મકાનમાં જ્યારે ગામડામાં આ બધું એક જ જગાએ થઈ શકે એટલે આ ત્રણગણાં મકાનો બાંધવાનો અને નિભાવવાનો બોજો પણ હટી શકે. બીજી બાજુ લોકોને બહાર જવું હોય તો તે કામ પર પહોંચવા કે ખરીદી કરવા, દરરોજ ફરજિયાતપણે નહીં પણ પોતાની રૂચિ મુજબનાં કામ માટે બહાર જઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org