Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૦ / ધન્ય આ ધરતી ખાતરોથી ઉગાડવામાં આવે છે તેને બદલે આ અનાજ કુદરતી ખાતર વડે ઉગાડી શકાય અને પોતાના જ ગામના લોકોને વેચવાનું હોઈ એમાં ભેળસેળ ઓછી થાય. તેથી આ અનાજ અને બીજી ખાદ્યસામગ્રી વધારે સ્વાદિષ્ટ તેમ જ પૌષ્ટિક બને. વળી રાસાયણિક ખાતરો ન જોઈએ તો જંતુનાશક રસાયણો પણ અત્યારની જેમ છાંટવા ન પડે અને દૂર સુધી શાક-ફ્ળ મોક્લવાનાં કે સંઘરવાનાં ન હોય તો ‘કોલ્ડ સ્ટોરેજ’ માટેનાં રસાયણો પણ ન છાંટવાં પડે તો અત્યારે આ રસાયણોને કારણે જે જીવલેણ રોગો થાય છે તે અટકે. ઉપરાંત ગામમાં જ કામધંધા મળવાથી ગામના જુવાન લોકોને અત્યારે નોકરીની, આજીવિકાની શોધમાં શહેરમાં જવું પડે છે તે બંધ થાય તો અત્યારે ગામમાં જે માત્ર ઘરડાં જ લોકો છે તેને બદલે જો જુવાન લોકો સ્થાયી થાય તો ખેતી અને ગોપાલન ઘણાં વિક્સી શકે. તેથી અનાજ, દૂધ, ઘી, શાક, ફ્ળ વિપુલ પ્રમાણમાં મળી શકે. અનાજ અને ખાદ્યસામગ્રીની છત હોય અને હંમેશાં તાજાં મળતા હોય અને આવતી કાલ માટેની ચિંતા ન હોય તો અતિથ્યભાવના વિક્સી શકે. અત્યારે કરોડો ગ્રામજનો પાસે કોઈ ઉત્પાદક કામ નથી એટલે ભૂખમરો છે એથી એ કલ્પના પણ કરવી મુશ્કેલ છે પરંતુ જો બધાંને કામ મળે તો ગામડાંની સિકલ એટલી બધી બદલાઈ શકે કે ગામમાં હલવાઈ, કંદોઈ અને તંબોળી પણ હોઈ શકે. કાપડ ગામમાં જ બનતું હોય અને જોઈએ એટલું બની શકે એટલે સહુને માટે સુંદર સુઘડ કપડાં હોય. ગામમાં અમુક લોકો પડાંની ગુણવત્તા ઊંચી લાવવાના ધંધા પણ કરી શકે તેથી પડાંના રંગો આકર્ષક અને પાણી કે તડકાથી ઊતરી ન જાય એવા પાકા ટકાઉ હોય, ક્લાત્મક છાપેલી કે વણાટની ભાત હોય, મોહક ભરતકામ કે જરીકામ કરેલાં નયનરમ્ય કપડાં પણ હોય. દરેક કુટુંબને પોતાનું ઘર હોય, પોતાની પસંદગીનું અને સુંદર. અત્યારનાં જેવાં બહુમાળી મકાનોના ફ્લેટો ન હોય પણ પોતાનું આગવું, લાલ નળિયાંના છાપરાવાળું, આંગણા અને ફૂલ-છોડવાળું પોતાની જરૂરતો અને રૂચિ મુજબનું ઘર હોય. સુંદર રાચરચીલું હોય. દીવાલો મનગમતા રંગો તથા સુશોભનોથી સજાવેલી હોય. આવું ‘ફાર્મ હાઉસ’ તો અત્યારે ધનિક લોકોનું ‘સ્વપ્નનું ઘર’ છે. જો ગામમાં દરેકને કામ મળે તો ગામડામાં કુશળ સ્થપતિઓ અને નિષ્ણાત ઈજનેરો હોઈ શકે. ઉપરોક્ત સફળ ઉદ્યોગપતિની ઑફ્સિ જેવા સંગેમરમરના થાંભલા અને ક્લાત્મક બારીઓ પણ હોઈ શકે. શહેરોમાં જે નથી તે ‘લૅન્ડસ્કેપ' એટલે કે કુદરતી દશ્ય ગામડાંને તો મળેલું જ હોય છે. ગામડું મોટે ભાગે નદીને ક્વિારે કે તળાવની પાસે વસેલું હોય છે. ખેતરો, વૃક્ષો, વેલીઓ, વનરાજીનું લીલુંછમ સૌંદર્ય, આંબાની મંજરીઓ અને મહોર, કેરીઓ-પપૈયાં-કેળાં-આમળાં વગેરેથી લચી પડતાં ઝાડ, પંખીઓનો કલરવ, વહેતી નદી, એમાં પ્રતિબિંબિત થતા સંધ્યાના લાલગુલાબી રંગો; દૂરદૂર સુધી વિસ્તરતી ક્ષિતિજ અને વિશાળ આકાશ એ કુદરતની જાહોજલાલી તો ગામડામાં જ મળે. જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162