Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૮ | ધન્ય આ ધરતી અને શાંતિ બંને કેવી રીતે મેળવી શકાય. તે બતાવી શકે કે અત્યારે પ્રજાના અત્યંત નાના ભાગને રોજગારી આપતી મોટી કોપોરેશનોમાં ગંજાવર પાયે આધુનિક યંત્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તેને બદલે દરેકે દરેક જણને કામ મળી શકે અને તેથી બજાર પણ મળી શકે તેવાં સાદાં સાધનોથી ઉત્પાદન કેવી રીતે કરી શકાય. તે બતાવી શકે કે આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જરૂરી દર્શન, વિચારમાળખું અને પગલાં ક્યાં છે. અત્યારે આ દેશોમાં કરવામાં આવતો ભવિષ્યનો અભ્યાસ, ઘણુંખરું યુનિવર્સિટીની શાખાઓમાં અથવા તો ખાસ સંસ્થાઓમાં, ઔદ્યોગિક દેશોના અભ્યાસક્રમ મુજબનો હોય છે, જે ખોટે રસ્તે છે. દાખલા તરીકે, ઉદ્યોગીકરણ અને યાંત્રીકરણને કારણે ઔદ્યોગિક દેશોમાં થયેલો વિનાશ છે પર્યાવરણની અસમતુલાઓ, જ્યારે આપણા દેશમાં છે સાર્વત્રિક બેકારી અને એમાંથી પરિણમતી ગરીબાઈ અને ગુલામી. એટલે આપણે અભ્યાસ કરવાનો છે બેકારી અંગેનો, નહીં કે પૃથ્વીના ગોળા પરના તાપમાનમાં થઈ રહેલા ફેરફારોનો કે વાહનોથી થતા અવાજના પ્રદૂષણનો. આ દિશામાં હવે આપણા દેશોમાં વધુ ને વધુ આવા અભ્યાસો થઈ રહ્યા છે, જે નવું પ્રદાન કરે છે, આવશ્યક સમસ્યાઓ ધ્યાન પર લાવે છે અને ભવિષ્યના અભ્યાસમાં નવી દિશાઓ ખોલે છે. જેમ જેમ વિશ્વસમાજનું ભવિષ્ય ઉજળું બનાવવામાં આ દેશોના ફાળાનું મહત્ત્વ વધતું જશે તેમ તેમ આવા અભ્યાસો વધુ ઉપયોગી બનશે. ટકાવી શકાય તેવા વિકાસ અને વિશ્વશાંતિ માટે નવા સર્જનાત્મક દર્શનની ચર્ચા કરતી વખતે યાદ આવે છે એક મહાન દષ્ટા, મહાત્મા ગાંધી અથવા તો બાપુ – રાષ્ટ્રપિતા – જે નામે ભારતમાં એમને પ્રેમપૂર્વક સંબોધવામાં આવે છે. ગાંધીજીનાં લખાણો વાંચતી વખતે વાચક આશ્ચર્યચકિત થઈ જાય છે કે અનેક સવાલો કે જેમના વિશે એમના સમયમાં તો ખબર પણ નહોતી કે આપણા સમયમાં પણ નથી એમના વિશે એમણે ભવિષ્યવાણી કરી હતી, ચેતવણી આપી હતી અને એમને અટકાવવાનો તથા એમનામાંથી છૂટવાનો રસ્તો પણ બતાવ્યો હતો. એ ઈતિહાસમાં સૈકાઓ સુધી પાછળ જોતા હતા એમ ભવિષ્યમાં પણ એટલે જ દૂર સુધી જોતા હતા. જ્યારે યંત્રોદ્યોગે આખા વિશ્વને લપેટમાં લીધું હતું ત્યારે આધુનિક યંત્રો વડે ગંજાવર પાયે ઉત્પાદન કરીને જ્યાં એ માલ ખડકાય ત્યાં બેકારી ફેલાવતા ઉદ્યોગીકરણનો એમણે સખત અને સતત વિરોધ ક્યોં હતો. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનો વાયરો સમગ્ર જગતમાં ઘૂમી વળ્યો હતો ત્યારે ગામડાંઓમાં ખીલતી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પુનર્જીવિત કરવા એમણે જીવનભર સંઘર્ષ ખેડ્યો હતો. - ભવિષ્યમાં ભવિષ્ય અંગેના સંશોધનનું ધ્યેય હશે વિનાશ રહિત વિકાસ, હિંસા રહિત સમૃદ્ધિ અને અસમાનતા રહિત સહજીવન. ભવિષ્યના અભ્યાસનું ભવિષ્ય છે આ સ્વપ્નનું સર્જન. E Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162