Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 126
________________ મા અને બાળકના પોષણનો સવાલ | ૧૧૯ આપણે ઘડપણમાં કે અપંગ અવસ્થામાં રોટલો મેળવવા માટેનું કામ ન આપી શકીએ તો એને એનાં બાળકો ઓછાં કરવાનું કેવી રીતે કહી શકીએ ? પૈસાદાર માણસને તેનું બેંક બેલેન્સ ઓછું કરવાનું કહીએ તો તે એમ કરે? બીજી બાજુ માતા અને શિશુને પોષણક્ષમ ખોરાક મળે એની જરૂરત અવગણી શકાય તેમ નથી. નાની ઉમરે શરૂઆતનાં વર્ષોમાં શરીરને જે પોષણ મળે તેમાંથી આખી જિંદગી માટેનો પાયો બંધાય છે. એ વર્ષોમાં જો શિશુને અને માતાને પોષણવાળો ખોરાક ન મળે તો આખી જિંદગી શારીરિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સરકાર આ અંગે કેમ કંઈ કરતી નથી એ પ્રશ્ન ઊભો કરવા આપણે ટેવાઈ ગયા છીએ. આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા કશું થતું નથી, થવાનું નથી, તે છતાં. પહેલું તો એ કે સરકાર તો અર્થતંત્રને મુક્ત’ કરવામાં, વિદેશી મૂડી આકર્ષવામાં અને હૂંડિયામણ મેળવવામાં એવી તો પડી છે કે સામાજિક સેવાઓ પાછળના બજેટમાં કાપ મુકાયો છે. એમાંય ગરીબ વર્ગની માતાઓ અને શિશુઓ જેવા મૂંગા, છેવાડાના લોકોની કે જેઓ ચળવળ-આંદોલન તો કરી શકે એમ જ નથી) તો અવગણના જ થાય છે. ઉપરાંત, જે થોડું બજેટ એમના માટે ફાળવાય એમાંથી તદ્દન થોડો જ ભાગ એમના સુધી પહોંચે છે. આવા થોડા કાર્યક્રમો દ્વારા એમને મદદ કરવાનું કામ જો કોઈ કરવા માગે તોય એ કાર્યક્રમોની શરતો અને કલમો એવી હોય છે કે એક પૂરી કરો તો બીજી બાકી રહી જાય. એટલે એને અમલમાં મૂક્યાનું મુશ્કેલ બને છે. જ બીજી બાજુ, સરકારની સામાન્ય નીતિઓ તો ગરીબોને પોષણક્ષમ ખોરાક મળી રહે એમાં અવરોધરૂપ છે. દાખલા તરીકે ગયા મહિને, ઘણા ટૂંકાણથી કહેવાયેલા પણ આ સંદર્ભમાં ઘણા અગત્યના સમાચાર એ છે કે સરકારે હવે હલકી જાતના ચોખાની નિકાસ માટે પણ છૂટ આપી છે. અત્યાર સુધી માત્ર ઊંચી જાતના ચોખાની જ નિકાસ થઈ શકતી, એટલે હલકી જાતના ચોખા દેશમાં ગરીબો સુધી પહોંચી શક્તા પરંતુ હવે એ પણ બંધ થશે. બીજા સમાચાર એ છે કે સરકારી મદદથી પંજાબમાં ઘણી જગાએ ઘઉને વાવવાને બદલે રોકડ કેશ કમાઈ શકાય તેવા વેપારી પાકો ઉગાડવાનું શરૂ થયું છે, તેમ જ ઓરિસ્સામાં પાણી ભરેલા - ખેતરોમાં જ્યાં ચોખા ઉગાડવામાં આવતા ત્યાં પ્રોન્સ' ઉછેરવાનું શરૂ થયું છે જેથી તેમની નિકાસ કરીને હૂંડિયામણ કમાઈ શકાય! આ બંને પ્રોજેક્ટમાં વિશ્વબેંકની | મદદ છે. આમ હૂંડિયામણ કમાવાની ઘેલછામાં લોકોને જે મૂળ ખોરાક માટે ઘઉં અને ચોખા મળતા એના પર પણ કાપ પડશે. - આ સંજોગોમાં ગરીબ વર્ગ અને તેમાં પણ નાના બાળકને કારણે ઘરે રહેતી માતાઓ પોતાના ઝૂંપડામાં પોતાની જાતે જ કોઈ હળવા ઉદ્યોગો કરી શકે અને પોતાના ગામડામાં જ કે આસપાસમાં વેચી શકે અથવા બદલામાં અનાજ-દૂધ મેળવી શકે એ જરૂરી બને છે. જેથી તેઓ જાતે જ પોતાની જરૂરતો મેળવી શકે. સાદા રેંટિયા વડે સૂતર બનાવીને અને પોતાના જ ગામમાં તે વણાવી-છપાવીને સુંદર કાપડ બનાવવાનો ઉદ્યોગ આ માટે ઘણો જ ઉપયોગી થઈ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162