Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૮ ૪૭ કુદરતમાં કશું નકામું નથી ગયે સમાહે શરૂ કરેલો નવલભાઈ સાથેની વાતનો દોર જે આગળ વધારીએ : નવલભાઈ, ઘર કે ઝૂંપડીની આસપાસની ઘણી થોડી જમીનમાં પણ તંદુરસ્તી આપનારાં શાકભાજી ઉગાડવાનો વિચાર તો સરસ છે. પણ થોડી જ જમીનમાં ફળના વૃક્ષ પણ ઊછરે, વેલા પણ વધે, શાકના છોડ પણ થાય અને ભાજી પણ ઊગે ? આ બધાંને આટલી થોડી જમીન પોષી શી રીતે શકે? એમણે વિગતવાર સમજણ આપી. ' છોડ જમીનમાંથી કસ ચૂસે છે. છોડનાં પાન તેનું ખોરામાં રૂપાંતર કરે છે. તે માટે સૂર્યનો પ્રકાશ જાઈએ. પ્રકાશ ન મળે તો છોડ પીળો પડી જાય. એથી બધા છોડને વધારેમાં વધારે પ્રકાશ મળે એ રીતે વાવવા જોઈએ. ફળનું ઝાડ, વેલા, શાના છોડ અને ભાજી બધાંની ઊંચાઈ જુદીજુદી હોવાથી તે દરેકને પ્રકાશ મળે એ રીતે સાથે વાવી શકાય. વૈજ્ઞાનિક ભાષામાં આને ત્રણ કે ચાર) સ્તરની ખેતી કહે છે. ઉપરાંત થોડી જમીનમાં આટલા વિવિધ જાતના છોડ વધતા હોય તો એમને પોષણ પૂરું પાડવું જોઈએ. આપણે છોડનાં મૂળ સહેલાઈથી લઈ શકે એવું પોષણ પૂરું પાડીએ તો જ આ શક્ય બને. ' ખેતી માટે ખાતર જરૂરી છે. આપણાં શહેરોમાં પાનખરમાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાને એકઠાં કરી બાળી દે છે. તેને બદલે પાંદડાને કીમતી ખાતરમાં ફેરવી શકીએ. રોજ સવારે હું ઘરની આસપાસ પડેલાં પાન એકઠાં કરું છું. સાથે આંગણાની સફાઈ પણ થઈ જાય છે. પાનના નાના ટુકડા કરું છું. એમને વૃક્ષના મૂળની આસપાસ પાથરું છું. આ માટેનો મને ગમતો શબ્દ છે પાનપથારી. અંગ્રેજીમાં તેને મલ્લિંગ કહે છે. આ પાનપથારી પર થોડું છાણનું ઓગાળેલું પાણી છાંટું છું. વૃક્ષના છાયામાં અળસિયાં પેદા થશે અને તે પાનને ખાતરમાં ફેરવશે. બે-ત્રણ મહિને ખાતર તૈયાર થઈ જાય એટલે શાકભાજીના રોપાને આપી શકાય. પછી રોપાની આજુબાજુ પાન પાથરવાનાં. આ રીતે રોપા આગળ સીધું પણ અળસિયાંનું ખાતર બનાવી શકાય. કોઈને ત્યાંથી અળસિયાં લાવીને પણ શરૂ કરી શકાય. એમને પાન, છોડનો છાયો અને ભેજ મળવાં જોઈએ. અળસિયાંએ તૈયાર કરેલું ખાતર કોમ્પોસ્ટ ખાતર કરતાં વધારે કસવાળું હોય છે. ઈન્સ્ટન્ટ કોફીની જેમ અળસિયાં તરત જમીનની અંદર છોડનાં બારીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162