Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૦ | ધન્ય આ ધરતી કુદરત આધારિત ખેતી. કુદરતને કુદરતનું કામ કરવા દો. કુદરતના જીવન-વિજ્ઞાનને સમજો અને તેને મદદગાર થાઓ. પાંદડાને બાળો નહીં. પાનપથારીની વચમાં વધેલા છોડ જુઓ કેવું સુંદર ઉત્પાદન આપે છે હવે તો અનેક દેશોમાં લોકો કુદરતી ખેતી અપનાવી રહ્યા છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ડો. શિરીનબહેન ગઢિયા (ઠાકોર પાર્ક, અબ્રામા ગામ, વલસાડ ૩૯૬૦૦૧) કહે છે કે જમીનને ૨ થી ૩ ફુટ ઊંડી ખોદી તેમાં વનસ્પતિ કચરો અને માટીના ઘર કરી તેના પર વાવવાથી વીસ વર્ષ સુધી ખેડ, ખાતર અને સિંચાઈની મહેનત ઘટી જાય છે. જમીનની નિતારશક્તિ અને ભેજસંગ્રહશક્તિ વધે છે. તેમાં સજીવો કાર્યરત રહે છે. આને માઝબુકની ખાઈ કહે છે. - મહેન્દ્ર ભટ્ટ (પ્રયાસ, માંગરોળ, ભરૂચ ૩૯૧૫૦) બીલ મોલીસનનું તરૂચક સમજાવે છે કે ઘરના વપરાશના પાણીના નિકાલની જગાએ ૬ ફૂટનો તાવડી આકારનો ખાડો કરી તેને ઘાસક્યરાથી ભરવો. એની ફરતે ૧૨ ફૂટના ગોળાકારમાં (કુલ ૩૦ ફુટ વ્યાસનું વર્તુળ) ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડવાં. આ રીતે શાકભાજી અને ફળ ઘરઆંગણે, તદ્દન ઓછા ખર્ચે અને ઓછી મહેનતે મળે છે અને પૌષ્ટિક, તાજાં અને વધુ સ્વાદિષ્ટ મળે છે. ઘરની હવા પણ શુદ્ધ બને છે. ઘરઆંગણે રંગબેરંગી પતંગિયાં અને કલરવ કરતાં પંખી પણ આવે છે. ધરતી પાસેથી જે લો તે તેને પાછું આપો. શાક-ફળ-અનાજનું ઉત્પાદન એ કોઈ ઉદ્યોગ નહીં કુદરતી ઘટના છે. કૃષિ એટલે જીવનનું જતન, સંવર્ધન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162