Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 142
________________ ૫૦ માણસ અને પૃથ્વી વિજ્ઞાન આજે માણસનો આરાધ્યદેવ છે. સહુ કોઈ વિજ્ઞાન અને યંત્રોદ્યોગની સિદ્ધિઓથી અંજાયેલું છે. વિજ્ઞાન અને યંત્રોદ્યોગ જાણે કે આપણા સુખના, આપણી પ્રગતિના, આપણા ભવિષ્યના આધારરૂપ છે. એક પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક તથા રસાયણ-વિજ્ઞાનના નોબલ પારિતોષિક વિજેતા પ્રા. જેરોમ કાર્યને હું એક પરિષદમાં મળી હતી. એમણે એ પરિષદમાં માણસની અને પૃથ્વીની સ્થિતિ વિશે જે સૂચનો રજૂ કર્યાં એ વિચારવા જેવાં છે : પ્રો. કાર્લ કહે છે કે માનવ ઈતિહાસના છેલ્લા થોડા સૈકાઓમાં વિજ્ઞાન અને ઉત્પાદનપદ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. એને કારણે માણસના જીવન પર ઘણી અસર થઈ છે, સિવાય કે અવિકસિત દેશોમાં. એમાં પણ શરીર-સ્વાસ્થ્ય, સગવડો અને વ્યક્તિગત જીવનની ગુણવત્તાને પ્રો. કાર્લ ઘણી મહત્ત્વની ગણાવે છે. જીવનનિર્વાહની મૂળ જરૂરતો અન્ન, વસ્ત્ર, છાપરું અને તબીબી સગવડોથી આ આગળની વાત છે. જીવનની ગુણવત્તા એટલે સાંસ્કૃતિક, નૈતિક અને બૌદ્ધિક ગુણો, માનવીય પ્રામાણિકતા, ઊંચા સ્તરનું વર્તન, અહિંસા, વિશ્વાસ, બીજા માણસો સાથે સૌજન્યતાથી વહેવાર, માણસના ગૌરવ માટે આદર અને રહેવા માટે પૂરતો અવકાશ. પ્રો. કાર્લ બતાવે છે કે વસ્તીવધારાને કારણે આ ગુણોને એટલે કે જીવનની ગુણવત્તાને હાનિ પહોંચે છે. આજે તો ‘આર્થિક પ્રગતિ' એ સૂત્રની બોલબાલા છે. આને કારણે દુનિયાના દેશો વચ્ચે ભયંકર હરિફાઈ ઊભી થઈ છે અને એ યુદ્ધોમાં પરિણમે છે. નફાનો હેતુ એટલો સર્વોપરી અને રોકી ન શકાય એવો લાગે છે કે એના પર અંશો મુશ્કેલ બને છે. એમાંથી મળતો આર્થિક લાભ ટૂંકા ગાળાનો હોય છે, પણ એમાંથી પરિણમતું નુક્સાન ઘણું મોટું અને લાંબા ગાળાનું હોઈ શકે. ઉદ્યોગોના આર્થિક નિર્ણયો ટૂંકા ગાળાની દષ્ટિએ થતા હોય છે. વીસમી સદીનો ઈતિહાસ સૂચવે છે કે દુનિયા ઉચ્ચ-વિચારોવાળી પ્રગતિ માગે છે, પરંતુ એ એને માટે બરોબર તૈયાર નથી. દુનિયાની સમસ્યાઓ ઉલવા વિજ્ઞાન અને યંત્રોદ્યોગ પૂરતા નથી. એ માટે નીતિનાં ધોરણોએ, નેતાગીરીએ, અર્થતંત્રે અને સામાજિક દર્શને પણ અગત્યનો ભાગ ભજવવાનો છે. ૧૩૫ વિજ્ઞાન અને યંત્રોદ્યોગનું એક લક્ષણ સમાજ ઉપર એવી અસર કરે છે કે એને કારણે ખાસ ચિંતા ઊભી થાય છે. જેમ જેમ સમાજો વધારે ને વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162