Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 138
________________ ૧૩૧ ૪૮ ‘વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે” જાતે શાકભાજી ઉગાડીને વિટામિન અને બીજાં પોષક તત્ત્વો મેળવવાની વાત નવલભાઈ શાહે આપણને કરી. ગામડાંમાં તો ઝૂંપડાં ફરતી થોડી જમીન હોય, પણ જન્મભૂમિ-પ્રવાસમા ઘણા વાચકો તો શહેરની ફલેટમાં રહે છે તો તેઓ આ અંગે શું કરી શકે ફ્લેટની બાલ્કનીમાં કૂંડામાં છોડ ઉગાડી શકાય. તે છોડ પર સારો પાક મેળવવા તેને પોષણ બહારથી બનાવીને આપી શકાય. છોડ માટેનું આ પોષણ બહાર કેવી રીતે બનાવવું તે માટે અળસિયાંના ઉછેર અને અળસિયાંના ખાતરના અર્કની વાત જોઈએ. . અળસિયાંને વધવા માટે અંધકાર એટલે કે છાંયડો જોઈએ, ખોરાક એટલે કે પાંદડાં જોઈએ અને સતત ભેજ જોઈએ. ઘેર અળસિયાં ઉછેરવા માટે એક પ્લાસ્ટિકની મોટી ડોલ લઈ તેમાં નીચે ઈંટનાં નાનાં રોડાં ગોઠવવાં. એની ઉપર પાંદડાં અને રસોડાનો કચરો ભરવો અને સૌથી ઉપર અળસિયાંવાળી માટી એક ઈંચ પાથરવી. ડોલને છાંયમાં રાખવી અને બે ત્રણ દિવસે પાણી છાંટી સતત ભેજ રાખવો. ઉપરની માટીનાં અળસિયાં પાંદડા અને કચરો ખાશે અને બીજાં ઘણાં અળસિયાં પેદા કરશે અને સવા-દોઢ મહિનામાં અળસિયાનું ખાતર તૈયાર થશે. આ ખાતર બાલ્કનીમાં રાખેલા કૂંડામાં નાખવું. - જેમની પાસે બિલકુલ જમીન નથી અને જેઓ ફલેટમાં રહે છે તેઓ કંડામાં શાકભાજી ઉગાડી શકે. એ માટે કૂંડાની નીચે નાનું કાણું કરવું જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે. એ કાણાને નાની ઠીકરીંથી ઢાંકી ફૂડને તળિયે એક ઈંચ સુધી ઈંટના નાના ટુકડાં ભરવા. પછી પ-૭ ઈંચ સડેલાં પોનના ટુકડા અને તેની ઉપર ૪-૫ ઈંચ અળસિયાનું ખાતર ભરવું. આવા કૂંડામાં ભાજ, પત્તરવેલનાં પાન અને શાક ઉગાડી શકાશે. થોડું મોટું ફંડ લેવામાં આવે તો વેલ ઉપર ઊગતાં શાકની વેલ ઉગાડી શકાય. અળસિયાં ઉછેરવાની ડોલમાં બે-ત્રણ દિવસે પાણી છાંટીએ એટલે તેમાંથી ડોલની નીચે પ્રવાહી એકઠું થશે. આ પ્રવાહી કુંડામાંના છોડ માટે અભૂત પોષણ ગણાય છે. ડોલને નમાવીને તે કાઢી શકાય, પણ વ્યવસ્થિત રીતે તેને કાઢવા માટે ડોલની નીચે કાણું પાડી એમાં નળ કે પાઈપ ભરાવી તે વાટે તે કાઢી શકાય. નવલભાઈએ તો આ પ્રવાહી મેળવવા માટે એમની અળસિયાં-ઉછેરની મોટી ડોલની અંદર, તળિયે વચ્ચે એક પ્લાસ્ટિકનો મોટો વાડકો ઊંધ મૂક્યો છે, એટલે બધું પ્રવાહી એમાં ભેગું થાય છે. ઊંધા વાડકાની ઉપર વચ્ચે કાણું પાડી એમાં પાઈપ ભરવી એ પાઈપમાં કેરોસીનનો કે કોઈ પણ પંપ મૂકી આ પ્રવાહી એ પંપ વાટે ખેંચી લે છે. આ પ્રવાહી છોડને આપવાથી એમનો છોડ ખૂબ તંદુરસ્ત રહે છે અને ઘણું શાક આપે છે. - આમ કુંડાના છોડને બહાર ડોલમાં ઉછેરેલાં અળસિયાંના ખાતરનું તથા તેના પ્રવાહીનું પોષણ આપવાથી ડામાં છોડ સરસ રીતે ઉછેરી શકાય. ડામાંની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162