Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 128
________________ વિસારે પાડેલી એક વાત | ૧૨૧ એટલું જડબેસલાક લાગે છે કે એ પછી આપણે જે કંઈ ખોરાક લઈએ એના વિશે વિચાર કરતા થઈ જઈએ છીએ. બ્રાચો આ પ્રમાણે ઉપદેશ જ આપે છે એમ નથી, પોતે તો એનું કડક રીતે પાલન કરે છે. હમણાં અમદાવાદ આવ્યા ત્યારે એમને માટે મેં શિખંડ બનાવેલો પણ એમની આ વાતો સાંભળીને શિખંડ પીરસ્યો પણ નહીં કે એની વાત સુદ્ધાં ન કરી શકી. એમના માટે કટલેસ બનાવવાની હતી, પણ તળેલી વસ્તુઓ તો તે તદ્દન નાપાસ કરે છે. ઉપમા બનાવી તો પણ તે ઘીમાં વઘાર કરીને. જો કે થોડા જ અનુભવે આપણને સમજાય છે કે સ્વાદ વિશે આપણા મનમાં જે ખ્યાલો હોય છે તે ખોટા હોય છે. દાખલા તરીકે ઘીમાં વઘારેલા ખોરાકમાં ઊલટાની વધુ સારી સોડમ આવે છે. આપણને થાય કે શિખંડ વગર કેવી રીતે ચાલે પણ બ્રાવોએ જ્યારે કેરી માગી ત્યારે લાગે છે કે કેરી આગળ બધી મીઠાઈઓ પાણી ભરે છે. તેઓ ખાંડના તો સખત વિરોધી છે. ખાંડના વપરાશથી ખાંડના ઉત્પાદકો સિવાય બધાને પુષ્કળ નુકસાન થાય છે. એમની સલાહ મુજબ મેં બીજે દિવસે ચામાં ખાંડને બદલે ગોળ નાખ્યો તો ચા સ્વાદિષ્ટ જ લાગી. ત્યારે મને ભાન થયું કે યુરોપના લોકો ચામાં ખાંડને બદલે મધ લેવાનું વધુ પસંદ કરે છે અને એ ફેશન ગણાય છે. તો પછી આપણે ચામાં ગોળ શા માટે ન લઈ શકીએ ? રાજદૂત તરીકે રહી ચૂકેલા બ્રાચોએ દેખીતું છે કે ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો હશે અને જેને 'હાઈ સોસાયટી' કહે છે એવા લોકો સાથે પીણાં લીધાં હશે. પરંતુ શરાબની વાત તો બાજુએ, એ કોકાકોલા જેવાં હળવાં પીણાંને પણ અડતા સુદ્ધાં નથી. ભારતમાં એમનું પ્રિય પીણું છે તુલસીનું પાણી. કોઈને ઘેર પાર્ટીમાં જાય અને તુલસી કે બીજું કંઈ ન મળે તો જીરું નાખીને ઉકાળીને ગાળેલા પાણીનું પીણું તેઓ લિજ્જતથી માણે છે. આપણામાં ઘણાને તો આપણે શરાબ નથી પીતા એવું પાર્ટીમાં કહેતાં પણ સંકોચ થાય છે, જાણે કે એ પછાતપણું હોય અને આપણે શરાબ પીવાને ઊંચા દરજ્જાનું પ્રતીક માનીએ છીએ ત્યારે આ રાજદૂત એ દંભના ફરફરચા ઉડાડી નાખે છે. ઊલટું આપણી બુદ્ધિને ઠેકાણે લાવીને આપણા હિતમાં શું છે તે પોતાના દાખલા ઉપરથી સમજાવે છે. " અનેક પ્રકારની કુદરતી વનસ્પતિઓ વિશે તેઓ ઘણું જાણે છે. નાના જાસૂદના છોડના પણ ફૂલનો અને પાંદડાનો શું શું લાભ છે તે એમણે મને સમજાવ્યું. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલતી હોવાથી હું લીમડાનો રસ લેતી હતી પણ તે કડવો હોવાથી એમને તે આપ્યો નહીં. ત્યારે એમણે ઘણી તાર્કિક દલીલ કરી : તમને ખબર નથી કે કડવી વસ્તુ તો ઘણી સારી, તે તો આપણામાંની બધી કડવાશ દૂર કરે છે? લેટિન અમેરિકાના દેશોમાં વેનેઝુએલા ખનિજ તેલનું ઉત્પાદન કરતો દેશ હોવાથી ઘણો ધનાઢ્ય દેશ છે. પરંતુ ત્યાં પણ પ્રાચીન શાસ્ત્રોનું પુનર્જીવન કરવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162