Book Title: Dashvaikalik Sutra Author(s): Somchandrasuri Publisher: Rander Road Jain Sangh View full book textPage 8
________________ ઘન્ય ઘડી પાંચમા આરાના છેડા સુધી રહેનાર શ્રીશથંભવસૂરિ મ. ઉદ્ધત શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી તિલકાચાર્ય ભગવંતે ૧૩માં સૈકાના પૂર્વાદ્ધમાં લખેલી એવી અપ્રકાશિત વૃત્તિને પ્રકાશિત કરવાની ધન્ય ઘડી આજ આવી છે. જૈન આગમ સાહિત્ય તથા કથાસાહિત્યમાં એક નવા ગ્રંથનો ઉમેરો થાય છે. ( પ. પૂ. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વર મહારાજના શિષ્ય-પ્રશિષ્ય પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિ શ્રી જિનેશચંદ્ર વિજયજીએ રાત-દિન જોયા વગર આ ગ્રંથનું સંપૂર્ણ સંશોધન કર્યું છે. પૂ. ગણિ શ્રી શ્રીચંદ્રવિજયજી મ. આદિ સહવર્તી સાધુઓએ સાથ સહકાર આપ્યો. શેઠ શ્રી ડોસાભાઈ અભેચંદ પેઢી, શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘો મુખ્ય સહયોગ આપ્યો. શ્રી ૧૦૮ તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ-સમવસરણ મહામંદિરનો સહયોગ મળ્યો. શ્રી જગદીશભાઈ બી. જૈન ટાઈપ સેટીંગ પૂરા ખંતથી કર્યું. શ્રી નેહજ એન્ટર પ્રાઈઝ વાળા જયેશભાઈ આદિ ભાઈઓએ પૂરી હોંશથી પુસ્તક તૈયાર કર્યું. સુરત અડાજણ રોડ મકનજી પાર્ક જેને શ્રી સંઘે વાત્સલ્યવારિધિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ. તથા ધર્મરાજા પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજીની મ. ની જન્મશતાબ્દીની સ્મૃતિમાં તથા વિ. સોમચંદ્રસૂરિજી, સા. શ્રી યશસ્વિની શ્રીજીના બા મહારાજ સાધ્વીજી શ્રી ઉપશાંતશ્રીજીની સ્મૃતિમાં તૈયાર થયેલ સાચાદેવ શ્રી સુમતિનાથ વિજ્ઞાન-કસૂર જિનાલયે મુનિ શ્રી સંવેગચંદ્ર વિ, મુનિ શ્રી નિર્વેદચંદ્ર વિ. ના ઉપદેશથી બા મહારાજના સંસારિક દિકરીજમાઈ શ્રી વસંતભાઈ વાડીલાલ મહેતા, સૌ. જયનાબેનના મુખ્ય સહયોગ કારિત અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠાના દિવસે વિ. સં. ૨૦૫૮, મહા સુદ૬. (વિ. ચંદ્રોદયસૂરિ જન્મ દિન, વિ. સં. ૧૯૮૪), તા. ૧૮-૨-૨૦૦૨ના આ ગ્રંથનું વિમોચન થયું છે. વિદ્વાનું સુજ્ઞ પુરુષો આ ગ્રંથનું વાંચન-મનન કરી સંયમની સાધના દ્વારા શાશ્વત સુખના અભિલાષી બને એજ લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 574