________________
४३
વાતમાં મૂળ સુધી જવાની વૃત્તિ, જ્ઞાન મેળવવાની ઝંખનાની સાથે ગુરુકૃપાબળે આગળ વધી રહ્યા છે. આ ગ્રંથના સંશોધન વખતે કલાકો, દિવસો સુધી સાથે બેસી જુદી જુદી ૧૨-૧૨ પ્રતો વાંચી, અક્ષરે અક્ષર મેળવતા, આળસ વગર પહેલા પોતાની રીતે કોપી કરે, મેળવ્યા પછી પાછી કોપી કરી, મેટર તૈયાર કરે. આ રીતે હમણા ભલે કોઈની સંગાથે, પણ પછી ધગશથી કામ કરે તો આવા અનેક ગ્રંથોનું સંશોધન સ્વયં પણ કરી શકે, તેવી અંતરની ભાવના.
સૌનો સહકાર વિદ્વદ્રય ગણિશ્રી શ્રીચંદ્રવિજયજીએ પણ અનેકવાર શબ્દો ઉકેલવા, મેટર વ્યવસ્થિત કરવા પોતાની જ્ઞાન શક્તિનો સદુપયોગ કર્યો છે. વિશેષતઃ સહવર્તી ગણિ શ્રીશ્રમણચંદ્રવિજયજીએ તેમજ પં. શ્રી સ્થૂલિભદ્રવિ, પં. શ્રી પુષ્પચંદ્રવિ, ગણિ શ્રી રાજચંદ્ર-કલાસચંદ્ર-નિર્મળચંદ્ર-કુલચંદ્ર-પ્રશમચંદ્ર વિ, પ્રવર્તક કલ્યાણચંદ્ર-કુશલચંદ્ર વિ. મુનિ શ્રી બલભદ્રવિ, શ્રી અમરચંદ્ર વિ, પ્રકાશચંદ્ર-સુધર્મચંદ્ર-શશીચંદ્ર-પ્રિયચંદ્ર-સંઘચંદ્ર-સિદ્ધચંદ્ર-શ્રેયચંદ્રશ્રુતચંદ્ર-સુજ્ઞાતચંદ્ર-સંવેગચંદ્ર-નિર્વેદચંદ્ર-નિરાગચંદ્ર-સુયશચંદ્ર-ઋષભચંદ્રસંચમચંદ્ર-લબ્ધિચંદ્ર-સત્યચંદ્ર-સુજસચંદ્ર-સુનયચંદ્ર-કલ્પચંદ્ર-ભક્તિચંદ્ર વિ. આદિ મુનિઓએ યથાશક્ય યથાસમય સહાયતા કરી છે. શ્રી જગદીશભાઈ બી. જેને સંપૂર્ણ ટાઈપ સેટિંગ અતિખંતથી કર્યું છે. રાજારામ-શાન્તરામ તથા પ્રેમજીએ પણ દોડધામમાં ક્યારેય પણ ખામી રાખી નથી. નેહજ એન્ટરપ્રાઈઝવાળા જયેશભાઈ તો અમારી સાથે જાણે એકમેક થઈ ગયા, પોતાનું કામ સમજી જ બધુ કામ કર્યું છે.
પ્રાન્ત શ્રીદશવૈકાલિકસૂત્રની વૃત્તિનું વાંચન અંતરંગ મનોવૃત્તિથી કરતા કરતા - બાહ્યવૃત્તિને છોડી, અંતરવૃત્તિ સન્મુખ બની, શ્રીમનકમુનિની જેમ મનાક-થોડાક સમયમાં જ મોક્ષસુખના ભાગી બનો તેવી અભ્યર્થના.
પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદયસૂરિ મ.સા.ના ગુરુબંધુ પૂ. આ. શ્રી વિ. અશોકચંદ્રસૂરિ મ. સા.ના ચરણકિંકર
સોમચંદ્ર વિ. વિ. સં. ૨૦૫૮, પોષ વદ-૧૦, બુધવાર, સાચાદેવ શ્રી સુમતિનાથ વિજ્ઞાન-કસ્તૂર-જિનાલય. મકનજી પાર્ક, સુરત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org