________________
४१
સીમંધરસ્વામી પાસે લઈ જવા વિનંતી કરે છે, તમે અહી કાઉસ્સગમાં રહો એમને લઈ જાઉં છું પરમાત્મા શ્રીસીમંધરસ્વામીના દર્શન કરે છે, પરમાત્મા તેને શુદ્ધ કહે છે પરંતુ ત્યાં આચાર્ય પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ, અમે આપીએ તો ત્યાંના લોકોને શુદ્ધિનો સંશય થાય ! બધા કંઈ તારી જેમ અહી આવવાને સમર્થ નથી હોતા !. શ્રીસીમંધરસ્વામી ભેટણાની જેમ ભાવના, વિમુક્તિ, રતિવાક્ય અને વિચિત્રચર્ચા આ ચાર ચૂલિકા આપે છે, તે ધારણ કરે છે, અને સંઘને આપે છે, પહેલી બે આચારાંગમાં અને છેલ્લી બે દશવૈકાલિકના અંતે મૂકે છે, આબધી વાત કરી મુનિને નમસ્કાર કરી બહેનો પોતાને સ્થાને જાય છે, સ્થૂલભદ્ર વાચના માટે ગુરુપાસે જાય છે, તું વાચનાને યોગ્ય નથી, તને હું વાચના નહિ આપું. પોતાના અપરાધની માફી માંગે છે, ફેરભૂલ નહિ થાય, એક વાર માફ કરો. ગુરુ કહે, બીજા પણ આવી પ્રક્રિયાની વિક્રિયા કરી શકે છે. હવે માનવો મંદસત્ત્વવાળા થશે, તેથી વાચના નહિ મળે. સંઘ ભેગો થઈ વિનંતી કરે છે, સંઘના આગ્રહથી બાકીના ચાર પૂર્વ આપે છે, પણ તમારે કોઈને આપવાના નહિ, તેમ જણાવે છે. છેલ્લા ચૌદપૂર્વી બને છે.
તિલક સમાન વૃત્તિ:- આગમિકગ્રંથ હોવા છતાં કથાનુયોગને આગળ કરી વાંચવામાં રસ પડે તેવી રચના કરી વૃત્તિને ‘તિલક' સમાન બનાવી દીધી છે, પોતે પ્રશસ્તિમાં જણાવે છે કે હું તો મંદ બુદ્ધિવાળો છું, પણ ગુરુ ભગવંતના ચરણના સ્મરણથી વિષમ એવા દશવૈકાલિકગ્રંથની ટીકા કરી શક્યો. ઉતાવળથી ક્યાંક કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો સાત્ત્વિક સજ્જનો મારા ઉપર કૃપા કરી શુદ્ધ કરજો. આ ટીકા રચતા મને જે કઈ સુકૃત પ્રાપ્ત થયું હોય, તેનાથી મને શ્રુતજ્ઞાનની આરાધનામાં તત્પરતા મળે.
एतां सोsहं, विषमदशवे-कालिकग्रन्थटीकां, तत्पादाब्ज-स्मरणमहसा, मूढधीरप्यकार्षम् । तद्यत्किञ्चिद् - रभसवशतो, दृब्धमस्यामशुद्धम्,
તત્સંશોધ્યું, મયિ ત પે:, સૂરિશ્મિ સત્ત્વવિદ્ધિઃ ।।।।[પૃ.૧૭, ો-૬] પ્રસ્તાવના, ગ્રંથની સ્તવનાઃ- વૃત્તિગ્રંથની પ્રસ્તાવના કરતા કરતા ગ્રંથની જાણે સ્તવના થઈ ગઈ. વિષય/કથા વસ્તુ ધ્યાનમાં હોય તો પુસ્તક હાથમાં લેવાનું, ક્યાંરેક ખોલવાનું મન થાય તેવા શુદ્ધ આશયથી જ આ વિવેચન કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org