________________
બધી વાતો વૃત્તિને આધારે કરી છે, છતાં ગ્રંથકારના આશયને પૂરી રીતે ન સમજવાથી કે પ્રમાદથી ગ્રંથકારના આશય વિરુદ્ધ લખાયું હોય તો સુજ્ઞ પુરુષો તે ક્ષમ્ય કરજો.
કૃપા પૂજ્ય ગુરુદેવનીઃ- પરમ પૂજ્ય પાદ ગુરુદેવ આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, કાયમ અંતરના આશિષપૂર્વક પ્રેરણા કરે, બીજા કાર્યો ગૌણ કરી પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરી પ્રકાશન કરો, કહે પણ ખરા “પાનું ફરે સોનું ખરે” કંઈક પાના ફેરવશો તો નવું મળશે, તમારી શક્તિનો આ ક્ષેત્રમાં ઉપયોગ કરો, જરૂર સફળતા મળશે જ અને તેઓ પૂજ્યશ્રીની પૂર્ણકૃપાથી જ અથથી ઇતિ સુધી આ ગ્રંથનું કાર્ય થયું છે. - પૂજ્યપાદમુનિરાજશ્રીજબૂવિજયજી મહારાજઃ- જેમની આંતરિક શક્તિનો ખ્યાલ પંક્તિના એક એક શબ્દોના ઉકેલ વખતે જ આવી શકે એવી દૃષ્ટિ સૂઝ ધરાવતા નિસ્પૃહી, દર્શનપ્રભાવક, શ્રુતસ્થવિર પૂજ્યપાદ મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ સાહેબની અંતરની લાગણીથી જ આ સંશોધન શક્ય બન્યું છે, જો તેઓશ્રીએ જેસલમેર,ખંભાત કે પાટણના ભંડારમાં રહેલ આ પ્રતોનો ખ્યાલ ન આપ્યો હોત, તો આ પ્રત અમારા હાથમાં આવત જ ક્યાંથી? શ્રીલક્ષ્મણભાઈ ભોજક પાસે પ્રાચીન લીપી પદ્ધતિની જાણકારી મેળવી વિશેષજ્ઞાન પૂજ્યશ્રી પાસેથી જ મેળવ્યું. સાધુઓ આ કાર્યમાં તૈયાર થાય તેવી તેમની ભાવના એટલે કલાકો સુધી સાથે બેસાડી માર્ગદર્શન આપ્યું. ઘણી એવી પંક્તિઓ હતી, તેનો ઉકેલ પાનું હાથમાં લેતા જ તેઓશ્રી પાસે મળી જતો. તેઓશ્રીને સ્મૃતિપથમાં ન લાવીએ તો સંશોધનની જ એક ત્રુટિ ગણી શકાય. કેટલાક શ્લોકોની અર્થ સંગતિ વિદ્વદર્ય પંડિતજી શ્રી રજનીકાંતભાઈ તથા પંડિતજી શ્રીવિષ્ણકાંતજી જા પાસે કરાવી છે.
મુનિશ્રી જિનેશચંદ્રવિજયજી:- નાની ઉંમરમાં પૂજ્ય દાદીમા સાધ્વીજી શ્રી ઉધોતયશાશ્રીજી, પૂજ્ય માતુશ્રી સાધ્વીજી શ્રી તરુણયશાશ્રીજીના પગલે પગલે સંયમ સ્વીકારી પૂજ્યશ્રીના શિષ્યરત્ન પરમવિનયવંત ગણિવર્ય શ્રીનિર્મળચંદ્રવિજયજીના શિષ્ય બન્યા. ધગશ ઉત્સાહ, ખંત, દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org