________________
૪૦
દુષ્કર છે, સ્થૂલભદ્રની સાત્વિકતા બતાવી બોધ પમાડે છે, તેમની પાસે જઈ સંયમનો સ્વીકાર કરે છે.
કાળાન્તરે ભીષણ દુકાળ પડે છે, સાધુઓનું શ્રુતજ્ઞાન વિસ્મૃત થઈ જાય છે, પાટલિપુત્રમાં સાધુઓ અને સંઘ ભેળો થયો. જેની પાસે જે કંઈ સચવાયું હતું તે ભેગું કર્યું. તે વખતે દૃષ્ટિવાદ માટે નેપાળ દેશમાં રહેલા શ્રીભદ્રબાહુસ્વામિજી યાદ આવ્યા. બે સાધુને મોકલે છે. જે ધ્યાન સિદ્ધ થવાથી ચોદપૂર્વ સૂત્ર અને અર્થથી અંતર્મુહૂર્તમાં જ ગણી શકાય તેવું, બાર વર્ષનું મહાપ્રાણ ધ્યાન ચાલુ કર્યું છે, તેથી આવી નહિ શકાય. સાધુ પાછા આવી સંઘને વાત કરે છે. બીજા બે સાધુઓને મોકલે છે, પૂછાવે છે, સંઘની આજ્ઞાનું પાલન ન કરે તો શું પ્રાયશ્ચિત?. સંઘ બહાર કાઢવાનું પ્રાયશ્ચિત કહે છે. તો શ્રીસંઘની આજ્ઞા આપે માનવી જ રહી. છેવટે પ્રતિભાશાળી સાધુઓને, ગોચરીથી આવીને એક, સવાર-બપોર-સાંજ એક, એક અને પ્રતિક્રમણ પછી ત્રણ, કુલ સાત વાચના રોજ આપવા તૈયાર થાય છે. પાછા આવી સંઘને વાત જણાવે છે. પાંચસો સાધુઓ પહોંચે છે, પોતે પણ આનંદિત થાય છે, સ્થૂલભદ્ર સિવાયના બધા વાંચના ઓછી છે, કહી ચાલ્યા ગયા. સ્થૂલભદ્ર આઠ વર્ષે આઠ પૂર્વ ભણ્યા. પછી પૂછે છે, હું કેટલું ભણ્યો? ગુરુ કહે કે એક બિંદુ. મારું ધ્યાન પુરુ થવા આવ્યું છે, હવે યાચનાથી અધિક વાચના આપીશ, બે વસ્તુનૂન દશ પૂર્વ ભણે છે. વિહાર કરતા પાટલિપુત્ર આવે છે, સાત બહેનો વંદનાર્થે આવે છે, ક્યાં છે મહર્ષિ દેવકુલિકામાં છે, તેમને વંદન કરવા જાય છે, આવતા જોઈ મુનિ પોતાની લબ્ધિ બતાવવા સિંહનું રૂપ લે છે, સાધ્વીજીઓ ગભરાઈ પાછી જઈ, હે પ્રભો! ત્યાં તો સિંહ છે, ઉપયોગ મૂકી પાછા મોકલે છે. ભાઈ સ્થૂલભદ્રજીને પૂછે છે, શું સિંહનું રૂપ લીધું હતું? પૂર્વમાં આવી ઘણી લબ્ધિઓ છે. બહેન યક્ષાસાધ્વીજી કહે છે, શ્રીયક એકાસણું પણ કરી શકતા ન હોતા, છતાં પર્યુષણમાં ધીમે ધીમે પોરસી, સાઢપોરસી, પુરિ ડ્રઢ કરાવી. ચેત્યોની પરિપાટીથી આટલો દિવસ પસાર થયો, તો હવે કેટલો બાકી ? પછી રાત તો સહેલાઈથી જશે. ઉપવાસ કરો. મધ્યરાત્રિએ મૃત્યુ પામી સ્વર્ગે સીધાવે છે, મારાથી મુનિનો ઘાત થયો, તેથી અનશન હું કરું, અને યક્ષા કહે છે, જો જિનેશ્વર કહે તો જ હું પોતાને શુદ્ધ માનીશ. સંઘ કાઉસ્સગ કરી શાસનદેવને બોલાવે છે, યક્ષાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org