________________
હું જાણું છું, તે એક ક્ષણ પણ મારા વગર નહિ રહી શકે. સાંજ પડે છે, કોશા સ્થૂલભદ્ર તરફ ચાલી પડે છે, દાસી કહે છે, સ્વામિનિ ! નહિ જાઓ, માખીના પગના ઘાતથી ત્રણે લોક ધ્રુજી નહિ ઉઠે, પંખાના પવનથી બ્રહ્માંડ પડી નહિ જાય, સ્થૂલભદ્ર કોઈ પણ રીતે તારાથી ચલિત નહિ થાય દેવો ને પણ દુર્લભ વ્રતક્રિયા પણ તેને કેટલી પ્રિય છે? કોશા કહે છે, મારું મહાભ્ય તને ખબર છે? મને જોતા જ એ બધી વ્રતક્રિયા અપ્રિયા બની જશે. દીપકની પ્રભા ક્યાં સુધી? સૂર્યની પ્રભા થઈ નથી ત્યાં સુધી, મણિઓની કિંમત ક્યાં સુધી ? ચિંતામણિ હાથ આવ્યો નથી ત્યાં સુધી. સખી કહે છે દેવી! આજે ખબર પડી જશે, તારા સૌભાગ્યની અને મુનિના વૈરાગ્યની. સમાવસ્થ ત્વવસ્થા: વેરાથી મુનેસ્તથા પૃિ.૪૮૬, ૨૬૮] સખીની સલાહ અવગણી, સોળે શણગાર સજી, કોશા ચિત્રશાળાના દરવાજે જઈ પોતાના પ્રાણનાથને જુએ છે. પ્રિયવચનોથી જૂની વાતો યાદ કરતા કરતા બોલાવવા ખૂબ ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ ધ્યાનરૂપી વજપંજરમાં રહેલ મુનિને તે પ્રિયાલાપ ભેદી શકતા નથી. કોશા ફેર સખીને કહે છે, મારા નાથ મારી આંખમાં આંખ ભલે નહિ મિલાવે, હું તો તેમની સામે હાવભાવ સાથે વિલાસી નૃત્ય કરીશ જ, કરે છે. છેલ્લે વીનવે છે, હે પ્રિય! બીજું કંઈ નહિ તો મારી તરફ નજર તો કરો... સંબંધને વશ, નજર કરતા, કોશાના અંગ-પ્રત્યંગ જેવા દેખાય છે, તેનું સર્વાંગસુંદર છતાં વિનર વર્ણન પાન, ને, ૪૮૬, લોક નં.૧૭૫-૧૯૫) શબ્દોમાં શક્ય નથી. તેવા દર્શન કરવા છતાં મુનિના મનનું ચલન થતુ નથી. કોશા ચરણોમાં પડે છે, સ્તવના કરે છે, તમારા જેવા જગતમાં બીજા કોઈ નથી, હે નાથ! મને માફ કરો. આપણે ખૂબ ઉપસર્ગો કર્યા. પ્રભો! મારા બોધને માટે જ કૃપા કરી. આપ અહી પધાર્યા, બાકી ક્યાં વેશ્યાનું ઘર? અને ક્યાં આપ જેવા મુનિઓ !. મહામુનિ કાઉસ્સગ્ગ પારી રાત હોવા છતા ઉપદેશ આપે છે, કોશા બોધ પામે છે, તમે બ્રહ્મચર્ય સ્વીકાર્યું, હું પણ સ્વીકારું. રાજાધીન હોવાને કારણે, રાજાથી નિયુક્ત પુરુષ સિવાય, અન્યની સાથે સંર્પક નહિ. સમ્યકત્વ સહિત બારવ્રતનો સ્વીકાર કરી, વેશ્યા શુદ્ધલેશ્યાથી ઉત્તમ શ્રાવિકા બને છે, ચોમાસુ પુરુ થતા, ત્રણે મુનિઓ ગુરુ પાસે આવે છે, ગુરુ કંઈક ઉઠી, દુષ્કરકારક કહી સ્વાગત કરે છે, સ્થૂલભદ્ર આવે છે, ત્યારે સામે જઈ, દુષ્કરકારક દુષ્કરકારક કહી સ્વાગત કરે છે, ત્રણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org