________________
१०
विक्रमनृपात् त्रयोदश- शतमितसंवत्सरेषु ।
यातेषु टीका विनिर्ममे ऽसौ गच्छति चतुरुत्तरे वर्षे । ।१ ।। [पृ. ५१७, श्लो ८]
ખંભાતની તાડપત્રીય પ્રતમાં વૃત્તિ ક્યારે લખાઈ, લખાવનારા કોણ ? તે બધી વાત લેખનની પ્રશસ્તિના ૩૧ શ્લોકોમાં જણાવી છે. લેખન સં. ૧૩૧૪ બતાવેલ છે. “ભુવનાનòન્તુ (રૂ૪) સકુચે, વિક્રમસંવત્સરે પ્રવૃત્ત ચ” [પૃ.૧૨૦, ો-રૂ૦]
સાત હજાર શ્લોકમાંથી ૩૫૦૦ શ્લોક પ્રમાણ તો શ્રીનેમિનાથ પરમાત્માનું, સહૃદય સજનનાં ચિત્તને આકૃષ્ટ કરી શકે તેવું સહજ ચરિત્ર જ છે. તે સિવાય પ્રાસંગિક કથાઓ જુદી. સૂત્ર પ્રાકૃતમાં, અર્થસહિત બધું સંસ્કૃતમાં. પરંતુ શ્રીનેમિનાથ ચરિત્રસહિત બધી કથાઓ શ્લોકબદ્ધ છે. સૂત્રની વ્યાખ્યા માટે પૂર્વના મહાપુરુષોની વૃત્તિ આદિને જ પોતાના આદર્શ તરીકે ગણી છે, પોતાની રીતે નવા તર્કો, દલીલો, કરી વૃત્તિને કઠીન કરી નથી. પોતે જ આ વાત કરે છે.
शय्यम्भवस्य श्रुतरत्नसिन्धोः, सर्वस्वभूतं दशकालिकं यत् ।
उत्पाद्य बह्वर्थसुवर्णकोशं तद् भव्यसुग्राह्यमहं करोमि । । १ । । [ पृ. २, श्लो - ५ ] કંઈક અનુભવીએ વૃત્તિના વિશેષનેઃ-ધર્મથી કાર્યની સિદ્ધિસર્વ અરિહંતને, શ્રીઆદિજિનને, શ્રીવીરજિનને વંદન કરી શ્રીશય્યભવસૂરિનું સ્મરણ કરી વૃત્તિકાર ગ્રંથના પ્રારંભમાં જ જણાવે છે, શિષ્ટાચાર એ છે કે શાસ્ત્રના પ્રારંભમાં આવનાર વિઘ્નસમૂહને દૂર કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવો. સાથોસાથ અભિધેય, સંબંધ અને પ્રયોજનનો ઉલ્લેખ કરવો. શ્રોતાના મનને હરી લે એવા સેંકડો શ્લોકથી મંગલ કરવા છતાં પણ પૂર્વભવમાં જો શુદ્ધ ધર્મનું આચરણ ન કર્યું હોય તો કાર્યની પૂર્ણાહૂતિ થઈ શકે નહિ. કારણકે ધર્મ જ બધા અભ્યુદયનું કારણ છે. એટલે શ્રીશય્યભવસૂરિ પણ પ્રથમ ધર્મને જ આગળ કરે છે.
(૨) ક્ષુલ્લમુનિની કથાઃ- “ઠ્ઠું નુ ખ઼ા સામળ"[પૃ., i-] ગાથાનું વિશ્લેષણ કરતા, સંકલ્પને વશ થયેલા આત્મા ડગલે ને પગલે કેટલું ચૂકે છે ? કેટલું સીદાય છે ? તે વાત કથાત્મક શૈલીથી શરૂ કરે છે. એક મહાગચ્છ છે. વરસાદ વરસી ગયા પછીના મેઘ જેવો સ્વચ્છ છે. સાધુઓ પણ પરસ્પર જાણે સહોદર ભાઈઓ ન હોય તેવા વાત્સલ્યવાળા છે.
इहैकस्मिन् महागच्छे, स्वच्छेऽब्दोज्झितवारिवत् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org