________________
શ્રાવક (૧૨) શ્રાવિકા આ બાર પર્ષદા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અગ્નિખૂણા આદિ ચાર ખૂણામાં ક્રમસર બેસે છે.
શ્રીકૃષ્ણે કરેલી પ્રભુની સ્તુતિ - શ્રીકૃષ્ણને ઉદ્યાનપાલક સમાચાર આપે છે, તેને ૧૨ ક્રોડ સુવર્ણ આપે છે, સપરિવાર પ્રભુ પાસે ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવથી પ્રભુની સ્તુતિ કરે છે, (પાના નં. ૨૦૦-૨૦૦૧થી ૨૯૮૧) હે પ્રભો ! બીજું કઈ નહિ જ્યારે ત્યારે, જે કોઈ રીતે પણ મને એકવાર તારું પદ આપી તારા . જેવો બનાવજે ઈત્યાદિ સ્તવના કરી બેસે છે. પ્રભુ વિવિધ ધર્મની દેશના આપે છે, લોકો ધર્મને ભૂલે છે અને મધુબિંદુસમા સુખમાં રાચે છે, મધુબિંદુની કથાથી સંસારીનું સ્વરૂપ જાણી વરદત્તરાજવી સંય માભિલાષી બને છે. પ્રભુ રામતી સાથેના આઠ ભવનું વર્ણન કરે છે, વરદત્ત બે હજાર રાજવી સાથે સંયમ સ્વીકારે છે, પ્રથમ ગણધર બની આપતા દ્વાદશાંગી રચે છે, યક્ષિણી વગેરે મુખ્ય સાધ્વી, દશાહ રાજાઓ, ઉગ્રસેન-કૃષ્ણ-બલદેવ વગેરે શ્રાવકો, શિવા, રોહિણી વગેરે શ્રાવિકા થયા. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ગોમેધયક્ષ અને અંબિકાદેવી શાસનના રક્ષક બને છે. પછી પાછો યદુકુલ તથા પાંડવો, નારદ-દ્રૌપદીનો ઇતિહાસ શરૂ થાય છે ગજસુકુમાલના પ્રસંગથી શોકાતુર ધણા યદુરાજવી, વસુદેવ સિવાયના દશાઈરાજાઓ, રથનેમિ, માતા શિવાદેવી, દેવકી, રોહિણી, કનકવતી આ ત્રણ સિવાયની વસુદેવની બધી સ્ત્રીઓ રાજીમતી આદિ ઘણા સંયમ લે છે. કનકવતીને ગૃહસ્થપણામાં જ કેવળજ્ઞાન થાય છે. સંપૂર્ણ ચરિત્ર ત્રિષષ્ટિ, શલાકા પુરુષ ચરિત્રમાં આવે છે, તે રીતે પોતાના શબ્દોમાં વર્ણવ્યું છે.
રાજીમતીને રહનેમિપ્રભુ ગામાનુગામ વિહરતા એકવાર રેવતાચલ ઉપર સમવસર્યા. ભિક્ષા માટે ગયેલ રહનેમિ વરસાદને કારણે પ્રભુની નજીક કોઈ એક ગુફામાં રહ્યા છે. ત્યાં જ ઝરમર વરસાદમાં જગ્યા શોધતા રાજીમતી એ ગુફામાં પ્રવેશે છે, કાંબળી અને બધા ભીના વસ્ત્રો વગેરે દૂર કરે છે, રથનેમિ ધ્યાનમાં બેઠેલા છે. તે ખબર નથી. રાજમતીનું અદ્ભુત રૂપ જોઈ રહનેમિ કામાતુર બની જાય છે, તેમના અનુપમ રૂપમાં મોહિત બની કુલમર્યાદાને નેવે મૂકી રાજીમતી પાસે જઈ કહે છે, હે શુભે! શા માટે જુવાની નિરર્થક કરો છો ? સંસારસુખ ભોગવી ઘડપણમાં વ્રત ધારણ કરીશું?.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org