________________
ન
३५ વશ કરનારા ગૃહસ્થ જેવા છે, નહિ બ્રહ્મચર્ય, નહિ તપ, નહિ જપ-કેવી રીતે સાધુ કહેવાય ?. એક મહર્ષિને જુએ છે, નમન કરી પૂછે છે ? ક્યાંથી આપ પધાર્યા છો ? ક્યાં જવાના છો ? તમારો મઠ ક્યાં છે ? તે જવાબ આપે છે, તીર્થની યાત્રા કરતા અહી આવ્યા, મારો કોઈ મઠ નથી, જવાનું સ્થાન નક્કી નથી. જો આપને કોઈ કાર્ય નથી, તો ચોમાસુ અહી રહી જાઓ. શેઠ કહે છે, તમારે અમારી ચિંતા ક્યારે પણ ન કરવી. છતાં પોતાના ઘરની બાજુમાં ઉતારો આપે છે. સુખેથી રાત દિવસ પસાર કરે છે, એકવાર રાત્રિના અંતે ધનશેઠનો ઘોડો કોઈ હરી જાય છે, બધે તપાસ કરે છે, રાજા પાસે પહોંચે છે, પરંતુ ઘોડાનો પત્તો નથી, તપસ્વી પણ દુઃખી શેઠને જોઈ ચિંતામાં પડે છે, નદીએ સ્નાન કરવા જાય છે, ભીના કપડા સૂકવવા પર્વત ઉપર ચઢે છે, ત્યાં નદીના કોટરમાં ઘોડાને જુએ છે. સંત ઘોડાની વાત જણાવવા વસ્ત્ર ત્યાં મૂકીને પાછા આવે છે. રસ્તામાં ધન મળે છે, વસ્ત્ર લેવા પાછા જતા સંતને વાળી શેઠ માણસ મોકલે છે, ઘોડાને જુવે છે, ઘોડાને ઉત્સવપૂર્વક લાવે છે, શેઠ કહે છે, કરેલા ઉપકારનો આ પ્રત્યુપકાર કર્યો, હવે તમને નમસ્કાર. બીજે દિવસે દુકાને બેઠેલા શ્રેષ્ઠી, માર્ગે મુનિઓને જુવે છે. ચારિત્રની મૂર્તિ જેવા, રાગ અને દ્વેષને હણવા તૈયાર, શાંત રસ ધારણ કરેલા સાધુને વાસાવાસ રહેવા વિનંતી કરે છે, અમારા ગમન-આગમનને વિચારવું નહિ. સાધુઓ કહે છે, આ તો આગમમાં જણાવેલું જ છે, સાચા સાધુઓએ શ્રાવકની સારા-ખરાબની ચિંતા ન કરવી. આવો કે જાઓ, ઊઠો કે બેસો, કંઈ પણ ચિંતા સાચા મુનિને હોતી નથી, શેઠ વિચારે છે, જેન સિવાય બીજો ધર્મ નથી.
,
9
आगच्छ गच्छेत्यपि नैव वाच्यं, उत्तिष्ठ तिष्ठेत्यपि वा किमन्यत् ।
दध्यौ धनस्तन्निशमय्य सम्यग् धर्मो न जैनादपरोस्ति मन्ये ॥ | १ || [પૃ.રૂ૮૨, સ્ત્રે-૧૩] શેઠ સ્ત્રી-પશુ-નપુંસક વગરની વસતિમાં રાખે છે, સિદ્ધાંતામૃતનું રોજ પાન કરાવે છે, એકવાર શેઠના પુત્રને ભયંકર તાવ આવે છે. આખુ કુટુંબ વ્યગ્ર બની ગયું છે. વૈદ્યોને બોલાવે છે, બધા ઉપચાર કરાવે છે, પણ નિષ્ફળ...રાજા પોતે તેના ઘરે આવે છે. ગામમાં એવો કોઈ નહિ હોય કે જે એમના ઘરે આવ્યો ન હોય, બે મુનિઓ તો વાત પણ કાઢતા નથી. કુટુંબીઓ શ્રેષ્ઠીને કહે છે, આ કેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org