________________
३४ ગયેલ સાધુ પિંડેષણાને નજરમાં રાખે છે, ગોચરી આપનારના રૂપાદિને જોતા નથી.
ઘીનું એકબિંદુ, અનર્થની પરંપરા-ગોચરી સમયે ટીપું પડી જાય તો પણ ગોચરી ન લે, નહિ તો એક ઘીનું ટીપું પડવાથી પણ મોટું વેરનું કારણ બની શકે. વસુંધરા નગરીમાં કોઈક શ્રેષ્ઠીના ઘરે ધારિણી નામે પત્ની છે, સાધુઓની ખૂબ ભક્તિ કરે છે, કાંસાના વાસણમાં લાવતા ઘીનું ટીપું પડ્યું, છર્દિતદોષને કારણે ખૂબ વિનવે છે, છતાં મુનિ ઘી લેતા નથી. શ્રુતાર્થસ્મરણરૂપ રક્ષામંત્રવાળો સાધુ લોલુપતારૂપી શાકિનીથી ક્યારે પણ ગ્રસ્ત થતો નથી. તે ઘીના ટીપાં ઉપર કડીઓ આવે છે, કીડીને પકડવા ગરોળી, તેને પકડવા બિલાડો, તેને પકડવા ઘરનો કૂતરો, બાજુના ઘરના બીજો કૂતરો, તે બે કૂતરાનું યુદ્ધ થાય છે. ઘરના કૂતરાએ બાજુવાળાના કૂતરાને ત્રાસ આપતા, બાજુવાળો પોતાના કૂતરાના પક્ષે ઘરમાલિક સાથે લડવા આવે છે, તે બેને લડતા જોઈ બે પક્ષ પડી જતા કેટલાક લોકો મરી જાય છે. જો લીધું હોત તો મુનિ પાપારંભનું નિમિત્ત બની જાત, ન લીધું, તેથી કોઈ દોષ નહિ. આવા દોષવાળી વસ્તુ ન લેવી, વિશેષ તેલ, ઘી વગેરે. | મુઘાદાથી મુઘાજીવીનું દષ્ટાંત - પાંચમા અધ્યયનના પહેલા ઉદેશાની અંતિમ ગાથામાં.
दुल्लहा हु मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादायी मुहाजीवी, दोवि गच्छंति सोगई ति बेमि ।।१।।
9િ.રૂ૭૭, ઋો-૨૦૦]. મુધાદાયી ભદ્રિકશેઠ અને મુધાજીવી બે સાધુઓનું દ્રષ્ટાંત, પોતાની આગવી શૈલીથી વર્ણવે છે, લક્ષ્મીપુર નામે નગર છે, નરદેવ નામે રાજા છે, ધનનામે શેઠ છે. નગરજનોને અનુકૂલ, પુત્ર-પૌત્રથી પરિવરેલો, દયાળુ, સ્વાર્થમાં પ્રમાદી, પરાર્થમાં ઉદ્યમી, અજાતશત્રુ એવા તે શેઠ રાત પૂરી થતા ઊઠીને વિચારે છે, ગયા ભવમાં કંઈક પુણ્ય કર્યું છે, તેથી અહી બધું મળ્યું છે. હવે પછી શું?. તે માટે ધર્મગુરુની પરીક્ષા કરવા જુદા જુદા દર્શનીઓના મઠોમાં જાય છે, શૈવ-સાંખ્યદિગંબર-શ્વેતાંબર-બ્રાહ્મણો કે બોદ્ધો કોઈ પણ તેના મનમાં ન બેઠા. તે બધા કેવા ?આરંભ સંરંભવાળા, મઠાધિકારી, અભિમાની, દ્રવ્યના સંચયથી વ્રતના લોપી, રસમાં વૃદ્ધ, મિથ્થા ઉપદેશ આપવાવાળા, મંત્ર-યંત્ર-મહીષધિથી દાતા ગૃહસ્થોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org