________________
ઉતરતા હોય તેમ પ્રભુ શિબિકામાંથી ઉતરી આભૂષણો ઉતારે છે, શેષની જેમ ઈન્દ્રમહારાજા તે બધા લઈ લે છે. જન્મથી ત્રણસો વર્ષે શ્રાવણ સુદ ૬ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવે છતે પંચમુખ્રિલોચ કરે છે. છઠ્ઠનો તપ કરી નમો સિદ્ધાળ કહી સ્વયં સર્વવિરતિ સામાયિક ઉચ્ચરે છે. ઈન્દ્ર ખભે દેવદૂષ્યવસ્વ સ્થાપે છે, વરદત્ત બ્રાહ્મણને ત્યાં પહેલું પારણું થાય છે, આ બાજુ પ્રભુના નાનાભાઈ રથનેમિ, રાજીમતીના અનુરાગી બની તેને પોતાની કરવા વિવિધ વસ્તુઓથી પોતાના તરફ આકર્ષવા પ્રયત્ન કરે છે. રાજીમતી પણ દિયર જાણી ભોળાભાવથી નિષેધ કરતી નથી, જે આપે છે, તે લઈ લે છે. રોજ રોજ ત્યાં જાય છે, એક દિવસ એકાંતમાં કહે છે, ભલે, ભાઈએ તારો ત્યાગ કર્યો, હું તો છું ને! યાચકની જેમ તારી પાસે પ્રાર્થના કરું છું, મને વરી લે, યૌવન સફળ કરીએ. મહાસતી તેમને અનેક વચનો કહી પ્રતિબોધ કરે છે.
પ્રભુને કેવળજ્ઞાન તથાસમવસરણનીeથના- દીક્ષાના દિવસથી ૫૪માં દિવસે વેકસ વૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરેલ, શુક્લધ્યાનમાં રહેલા પ્રભુને આસો વદ (ભાદરવા વદી અમાસે પૂર્વાહ્ન સમયે ચિત્રામાં ચંદ્ર હતો ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું સમવસરણની રચના કાજે વાયુકુમાર દેવો એક યોજન ભૂમિ સાફ કરવા વાયુ ફેલાવે છે, મેઘકુમાર દેવો મેઘ, ઋતુકુમારદેવો ફૂલની વર્ષા કરે છે, રો ગાઉ ઊંચો, એક યોજન પહોળી સુવર્ણ-રત્નમય પૃથ્વી અભિયોગિક દેવો કરે છે, ઉપરનો રત્નમય મણિના કાંગરાવાળો મૂળ ગઢ, વૈમાનિકદેવો, સુવર્ણમય રનના કાંગરાવાળો વચલો ગઢ જ્યોતિષી દેવો અને રૂપાનો સુવર્ણના કાંગળવાળો છેલ્લો ગઢ ભવનપતિદેવો કરે છે, ચાર દરવાજાવાળા ત્રણ ગઢ જાણે લોકોને અંતર વેરીથી બચાવવા ત્રણ રેખા જેવા છે, દરવાજે દરવાજે રત્નના તોરણો છે. વચમાં ૧૨૦ ધનુષ ઊંચુ અશોકવૃક્ષ, છત્રની જેમ શોભે છે, બસો હાથ પ્રમાણ જાણે રોહણાચલમાંથી લાવેલ શિલા જેવી મણિપીઠ છે, ચાર રત્નમયસિંહાસન છે, પૂર્વના દ્વારથી પ્રવેશી એક પ્રદક્ષિણા દઈ નમો નિત્ય કહી બાવીશમાં તીર્થકર શ્રીનેમિનાથ પૂર્વાભિમુખ બેસે છે. ત્રણ દિશામાં સિંહાસન ઉપર બેઠેલા પ્રતિબિંબ છે. (૧) સાધુ (૨) દેવી (૩) સાધ્વી (૪) ભુવનપતિ (૫) વ્યંતર () જ્યોતિષની દેવીઓ, (૭) ભુવનપતિ (૮) વ્યંતર (૯) જ્યોતિષદેવો, (૧૦) ઈન્દ્ર (૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org