________________
२३
પ્રભુ મૂકસંમતિ આપે છે સમુદ્રવિજય-શિવાદેવી બધા આનંદમાં આવી જાય છે, રાજીમતી માટે ઉગ્રસેન રાજા પાસે પ્રસ્તાવ મૂકે છે, કન્યા કોઈને આપવાની જ છે, જો નેમિનાથ પરણે તો સોનામાં સુગંધ ભળે.
कन्यावश्यं प्रदेयैव, कस्मैचित् तदिमां यदि ।
નેમિઃ પરિયેત્ તત્સ્યાત્, સુવળ ધ સુચિ ૬ ।।।।[પૃ.૨૪૬, સ્ત્રે-૨૪૮રૂ] (પા. ૨૪૭/૨૪૮૩) કોષ્ટુકિને મુહૂર્ત પૂછે છે, કાળક્ષેપ નહિ કરો, મુહૂર્ત આપો. શ્રાવણ સુદ ૬ નક્કી થાય છે, કૃષ્ણ પોતે પ્રભુને શણગારે છે, જાન ઘરેથી નીકળે છે, જાનૈયાઓ નાચી રહ્યા છે, ઢોલ-ત્રાંસા વાગી રહ્યા છે, ગીતો ગવાઈ રહ્યા છે, ધીમે ધીમે ઉગ્રસેનરાજાના ઘ૨ની નજીક પહોંચે છે. તે વખતે રાજીમતી સોળે શણગાર સજી રહી છે, સખીઓ વીંટળાયેલી છે, આઠ ભવનો અનુરાગ જાણે બે હાથ, બે પગ, બે હોઠ અને બે આંખના ખૂણે એમ આઠ ભાગમાં વહેચાઈ ગયો છે.
भवाष्टकानुरागं सा, दर्शयन्ती प्रभी किल ।
બિપાવાધરદ્વન્દ્ર-નેત્રાનેવધા સ્થિતમ્ ।।૨।।[પૃ.૨૪૬, ૨ો-૨૫૨૨] (પાના. ૨૪૯) તેવી રાજીમતી નેમિકુમારને જોઈ મનમાં મલકાય છે, હૈયેથી છલકાય છે. ત્યાં જ જમણી આંખ ફરકે છે, જમણો હાથ પણ.
રાજીમતીનો ત્યાગ અને વિલાપઃ- જ્ઞાની પ્રભુ પશુઓનો કરુણ સ્વર સાંભળી સારથિને કહે છે, જ્યાં આ પશુઓ છે, ત્યાં મારો રથ લઈ જા. પ્રભુ બધાને મુક્ત કરી, પોતે પણ જાણે સંસારની જંજાળથી મુક્ત થવા તૈયાર થાય છે, માતા-પિતા ભાઈઓ બધા પ્રભુને અટકાવે છે,
कस्मादकस्माद् वत्सास्मा-दुत्सवात् त्वं न्यवर्तथाः ? ।। [ पृ. २५०, श्लो-२५४०] (૨૫૦/૨૫૪૦) એકાએક હે વત્સ ! તેં આ શું કર્યું ? પ્રભુ કહે છે
જેમ આ બધા પશુઓ બંધનથી મુક્ત કર્યા તેમ મારા આત્માને અને તમને પણ કર્મબંધનથી મુક્ત કરીશ. બધાને રડતા અટકાવી કૃષ્ણ કહે છે, હે બંધો ! આ તારી કેવી વિવેકિતા ! કે અજ્ઞ એવા પશુઓની કરુણા કરે છે, અને તારા ઉપર સ્નેહવાળા માનનીય પિતા-માતા-ભાઈ વગેરેને તરછોડે છે ?. પ્રભુ કહે છે. બધાના બંધનો દૂર કરવા હું ઈચ્છું છું, બંધનને કરનારા તમે સ્વજન કેવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org