________________
२२
નિર્દોષ પાણી મળતું નથી, દેવ બધું દોષિત કરતા જાય છે, છતાંય શરતચૂકથી મળેલ શુદ્ધ પાણી લઈ જલ્દી ગ્લાનસાધુ પાસે પહોંચે છે. ગુસ્સે ભરાય છે, હું આવી સ્થિતિમાં છું અને તું ખાવાનો લાલચુ બની ગયો. ગ્લાનની ચિંતા પણ નથી? મોટો વૈયાવચ્ચી બની ગયો ! જે કરતા હતા તે પણ અટકી ગયા ! તું કરતો નથી. “ગૃહીત્વાષિપ્રદ છાન-વેજ ત્વમુષાવિજ્ઞ: ।"[પૃ.૧, સ્ત્રે-૬૧૨] કટુવચન કહેવામાં દેવમુનિ બાકી રાખતા નથી, વર્ણનમાં સૂરિ બાકી રાખતા નથી. શબ્દોના પ્રહાર સહન કરતા પ્રસન્નચિત્તે અપરાધની માફી માંગે છે. બધું સાફ કરી પાણી પીવડાવી, બે હાથ ઝાલી કહે છે, હવે વસતિમાં જઈએ. અરે મૂર્ખ ! મારી સામું તો જો ! આ શરીરે હું કેવી રીતે ચાલીશ !. ખાંધે ઉપાડીને ચાલે છે. પગલે પગલે ઠપકારે છે, ભરબજારમાં અતિ દુર્ગંધવાળી વિષ્ઠા કરે છે, આખું શરીર વિષ્ઠાથી લેપાઈ ગયું છે, તેમના દુઃખે દુઃખી, છતાં શાંત એવા શ્રીનંદિષણમુનિના ભાવોને જાણી અશુભપ્રદ્ગલો સંહરી લઈ દેવ પુષ્પવૃષ્ટિ કરે છે, મૂળરૂપે આગળ આવી ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન કરી ઇન્દ્રે કરેલ સ્તુતિની વાત કહી ક્ષમા માંગે છે, સ્તવના કરે છે. નિઃસ્પૃહી મુનિ જાણે કંઈ બન્યું જ નથી તે રીતે ઉપાશ્રય જાય છે. ૧૨ હજારવર્ષ વૈયાવચ્ચ કરી, અનશન સ્વીકારી પોતાના દૌભાગ્યને યાદ કહી હું રૂપવાન, સ્ત્રીવલ્લભ બનું તેવું નિયાણું કરી મહાશુક્ર દેવલોકમાં દેવ થઈ વસુદેવ બન્યા. આવી અનેક રસપ્રદ વાતો છે.
નેમિકુમારનું ચ્યવન-જન્મઃ શ્રીનેમિનાથ અપરાજિત દેવલોકમાંથી ચ્યવી કાર્તિક વદ (આસો વદ) ૧૨ના ચિત્રાનક્ષત્રમાં માતા શિવાદેવીની કુક્ષિયે પધારે છે અને શ્રાવણ સુદ-૫ના ચિત્રાનક્ષત્રમાં પ્રભુજીનો જન્મ થાય છે.
નેમિકુમારનુંપાણિગ્રહણઃ- જરાસંઘ સાથેના યુદ્ધમાં તો ખુદ નેમિકુમાર જોડાયા, ઈન્દ્રે પણ ભક્તિથી પોતાના સાથી માતલિને તેમના રક્ષણ માટે મોકલ્યા. યુદ્ધ બાદ બધા શાંતિથી રાજ્ય કરી રહ્યા છે, ત્યારે પિતા સમુદ્રવિજય અને માતાશિવાદેવી શ્રીનેમિકુમારને પાણિગ્રહણ માટે સમજાવે છે, આ બાજુ ઉગ્રસેના રાજા ધારિણી રાણીને ત્યાં રાજીમતી બીજના ચંદ્રની જેમ વધી રહ્યા છે. રેવતાચલ ઉપર અંતપુરસહિત કૃષ્ણ નેમિકુમારની સાથે તળાવે જાય છે, બધા સાથે ક્રીડા કરે છે, પ્રભુને સમજાવવા દરેક જુદી જુદી દલીલો કરે છે કૃષ્ણ તેમાં સાથ પૂરાવે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org