Book Title: Dashvaikalik Sutra Author(s): Somchandrasuri Publisher: Rander Road Jain Sangh View full book textPage 9
________________ | વિ.સં. ૨૦૫૦, શ્રાવણ સુદ-૫ની એક યાદ ઉપરોકત દિવસે અમો શ્રીસંઘની વર્ષોની વિનંતિ બાદ પ. પૂ. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિજી મ. ના પટ્ટધરો પ. પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદયસૂરિ મ. સા. દાદ સાહેબ તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આ. શ્રી વિ. અશોકચંદ્રસૂરિ મ. સા. કૃષ્ણનગર તથા તેઓશ્રીના શિષ્ય પ. પૂ. પંન્યાસ શ્રી સોમચંદ્ર વિજયજી (હાલ આચાર્ય)મ. નૂતન ઉપાશ્રયે, મુનિ શ્રી રાજચંદ્ર વિજયજી શાસ્ત્રીનગર બિરાજમાન હતા. પૂજ્યશ્રીઓની તથા તેમના શિષ્યો વિગેરેના તપત્યાગ-સાધનાની અનુમોદનીય પ્રવૃત્તિ સાથે પ્રાચીન હસ્તપ્રતોની સંશોધન પ્રવૃત્તિ ચાલું હતી પ્રથમ વાર દર્શને આવનાર ભાવિકોના મન ઉપર એક એવી આભા ઉપસતી હતી કે પૂજ્યશ્રીની નિશ્રામાં એક જ્ઞાનયોગનું સત્ર ચાલી રહ્યું ન હોય તેવો અહેસાસ સર્વને થતો. આવા એક જ્ઞાનયોગની સંશોધન અંગે થતી પ્રવૃત્તિની વાત બન્ને પૂજ્ય આચાર્યશ્રીઓએ શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢી, ભાવનગર જૈન શ્રીસંઘના અમો બધા ટ્રસ્ટીઓને કરી કે અમારા મુનિ પ્રવરો જે કંઈ પ્રાચીનઅર્વાચીન ગ્રંથોનું સંશોધન તેમ સંકલન કરી રહ્યા છે, તે ગ્રંથોનું પ્રકાશન ભાવનગર શ્રીસંઘ તરફથી કરાવાય તેમ પ્રેરણા કરી શ્રીસંઘે બે ગ્રંથમાં સહયોગ આપવા નક્કી કર્યું. તેમાંથી પૂમુનિ શ્રી કૈલાસચંદ્ર વિજયજી મ. દ્વારા “કમ્મપયડી” ગ્રંથ ઉપર પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.ની ટીકાનો ભાવાનુવાદ ભાગ-૨ અમો શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થઈ ગયો. બીજો પ્રસ્તુત શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી તિલકાચાર્ય વિરચિત વૃત્તિ સહિતનું સંશોધન પૂ.આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. તથા પૂ. ગણિ શ્રી નિર્મળચંદ્ર વિ. મ. ના શિષ્ય પૂ. મુનિ શ્રી જિનેશચંદ્ર વિજયજીએ કર્યું. તેનું પ્રકાશન થઈ રહ્યું છે. અમો શ્રી સંઘને આ જ્ઞાન ગંગાનો પ્રવાહ સદા માટે સ્ત્રોતરૂપ બની શ્રુતસાગર જેવો બની રહે તેવી શાસન દેવને પ્રાર્થના. અમો શ્રી સંઘના ગૌરવ રૂપ જિનાગમના અને કર્મ સાહિત્યના પ્રકાંડ ગ્રંથોના પ્રકાશન કરી શ્રુતભક્તિનો લાભ મળ્યાનો અપૂર્વ આનંદ માની રહ્યા છીએ. પૂ. આચાર્ય ભગવંતોના નિશ્રાવર્તિ મહાત્માઓ દ્વારા જે જે ગ્રંથ રત્નોનું સંશોધન-સંપાદન તૈયાર થાય તેના પ્રકાશનનો લાભ અમને મળતો રહે તેવી અમારી અંતરેચ્છા છે. લિ. શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, શેઠ શ્રી ડોસાભાઈ અભેચંદ પેઢી, ભાવનગર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 574