________________
જશવંતા જિનશાસનની જયવંતી ગરિમા
જયવંતજિનશાસન- વિશ્વના પ્રાંગણમાં વેદાંત, બૌદ્ધ, વૈશેષિક, નૈયાયિક, મીમાંસક, સાંખ્ય, ચાર્વાક આદિદર્શનો હોવા છતાં આહતદર્શન શિરમોર છે, દર્શનોમાં મુકુટસમાન છે. કારણ તેના સ્થાપક પૂર્ણ છે. તેમનું જ્ઞાન પૂર્ણ છે. તેમની પ્રરૂપણા પૂર્ણ છે. તેમનું આચરણ પૂર્ણ છે. તેથી જ તેમણે સ્થાપેલ જિનશાસન જયવંતુ છે.
જયવંતાજિનાગમો- પૂર્ણપુરુષના વચનપુષ્પોને ઝીલીને ગૂંથાયેલા ૪૫ આગમો જિનશાસનના હાર્દસમાન હોવાથી જયવંતા છે. જ્ઞાનનો પ્રકાશ આપનારા છે. સાચો માર્ગ બતાવનારા છે. મુક્તિમાર્ગના માર્ગદર્શક છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયત્રા, ક છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર (દશવૈકાલિક-ઉત્તરાધ્યયનપિંડનિર્યુક્તિ-ઓઘનિયુક્તિ)નંદી અને અનુયોગદ્વાર સૂત્ર આદિ ૪૫ આગમો પ્રભુના પાવનવચનોથી ભરપૂર છે.
જયવંતુ શ્રીદશવૈકાલિક:- શ્રદ્ધાના આધારસ્તંભ સમા એક એક આગમો, એકમેકની તુલના થઈ ન શકે તેવા છે. અજ્ઞાનરૂપી અંધકાર સમુદ્રમાં દીવાદાંડી સમાન છે. તેમાં પણ મૂળસૂત્ર તરીકે જેની ગણના થઈ રહી છે, તે “શ્રીદશવૈકાલિકસૂત્ર” પાંચમા આરાના છેડા સુધી જયવંતુ રહેનાર છે. : જયવંતા શ્રીશથંભવમૂરિ પરમાત્મા શ્રીવીરપ્રભુની પાટે શ્રીસુધર્માસ્વામિજીની પરંપરામાં શ્રીજંબૂસ્વામિજીના ચરણોમાં, શ્રીપ્રભવવામિાજીના શરણમાં, મુનિયુગલના શબ્દ શ્રવણ માત્રથી વિજ્ઞાન-તત્ત્વની પ્રાપ્તિ માટે જે વિએ પોતાના વિદ્યાગુરુનો, ચારે બાજુ યશ ફેલાવતા વહ્નિયજ્ઞનો અને ગાંઠે જોડાયેલ વિમાનો વિના વિલબે ત્યાગ કરી વિરતિનો સ્વીકાર કર્યો... ચોદપૂર્વધર થઈ બીજા શ્રુતકેવળી બન્યા. તત્ત્વજ્ઞાનને પામવા સઘળા સંસારી સંબંધોને એક ઝાટકે છોડી દીધા.. તત્ત્વજ્ઞાનને પ્રકાશમાં લાવવા પુત્રના સંબંધને આગળ કર્યા... તત્ત્વજ્ઞાનને પોતાનામાં પ્રવૃત્ત કરવા પુત્રના પ્રેમને પ્રદર્શિત ન કરી. પોતે પ્રભુની યશોજજવલ પાટપરંપરામાં જયવંતા બન્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org