Book Title: Dashvaikalik Sutra
Author(s): Somchandrasuri
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
જયવંતા મન મુનિ- પિતા શ્રીશથંભવસૂરિના સંયમના સ્વીકાર સમયે રકુક્ષિણી “માતા”ની કુક્ષિએ જેમનું સ્થાન “ના” થોડું હતું... પણ પિતાના પગલે પગલે... પિતાને શોધતા શોધતા... પોતાનું સાચું સ્થાન શોધી લીધું....પિતામુનિના ચરણ સ્વીકારી પોતાનું નાનું જીવન જીવંત બનાવ્યું, મરણ સાધી લીધું. પુત્રની અલ્પાયુષ્કતાને કારણે ટુંકા જીવનમાં સંયમ, સાધુતા અને સંસ્કારિતાનું શિક્ષણ પમાડવા પિતામુનિએ પૂર્વમાંથી “દશવૈકાલિકસૂત્ર”નો સમુદ્ધાર કર્યો. જાણે જન્મતા મનાક, ગૃહસ્થપણામાં મનાક, સંયમ સ્વીકારતા મનાક અને અંતે પણ મનાક રહેલ પુત્ર મનક “માણેક” જેવા બની ભવિષ્યના સેંકડો સાધુ-સાધ્વીજીઓના સંયમી જીવન માટે પ્રકાશ પાથરનારા બની ગયા.. બાપના નામે દીકરા ઓળખાય, તે લોકોક્તિ ખોટી પાડી દીકરાના નામે બાપ ઓળખાય એ રીતે “મંપિયા”ના નામે જિનાગમમાં જયવંતા બન્યા...
ત્રણ અંગે ટૂંકું-ટથ, ટીકાકારના શબ્દોમાં- શ્રુતકેવળી, શ્રીશäભવસૂરિજી, શ્રીમનકમુનિ તથા શ્રીદશવૈકાલિકસૂત્ર-આ ત્રણેનો પ્રબંધ વૃત્તિકાર શ્રીતિલકાચાર્ય ભગવંત પોતે જ દશવૈકાલિકસૂત્રના દશે અધ્યયનોની વ્યાખ્યા કરી નિયુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામિજીની નિયુક્તિની ગાથાથી શરૂ કરી શ્લોકબદ્ધ હૂબહૂ વર્ણિત કરેલ છે.
सिजंभवं गणहरं, जिणपडिमादसणेण पडिबुद्धं ।
માપવાં સાહિનિમૂહો વંદે શાશા .૪૬ધો-8) શ્રીજિનેશ્વરની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલ, અનુપમ જ્ઞાન-દર્શન આદિ ગુણગણને ધારણ કરનાર, શ્રીમનકના પિતા, પૂર્વમાંથી દશવૈકાલિક સૂત્રનો ઉદ્ધાર કરનાર શ્રીશય્યભવસૂરિજીને વંદન કરું છું. વર્ણન કરતા કરતા વૃત્તિકાર જણાવે છે. પ્રથમ ચૌદપૂર્વ શ્રીપ્રભવસ્વામી શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂકી મારા પછી કોણ જિનપ્રવચનનો આધાર બનશે?
કોઈ યોગ્ય પાત્ર ન મળતા રાજગૃહનગરમાં શ્રીશથંભવભટ્ટને યોગ્ય જાણ્યા. પોતે સમુદાય સહિત ત્યાં પહોંચ્યા-બે સાધુને યજ્ઞમંડપમાં મોકલ્યાં-ત્યાંથી કાઢી મૂક્યા, જતા જતા બોલતા ગયા “સદો દો , તત્ત્વ વિરાયતે જ દિ' પૃ.૪૯૬, સ્કો-૨૨] ત્યારે શવ્યંભવભટ્ટ વિચારે છે. શું જૈન મુનિઓ અસત્ય બોલે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 574