Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ વર્ષની ઉંમરનાં અત્યારે પણ જાજરમાન બેઠાં છે. દલસુખભાઈ ઉપર એમને અપાર હેત છે. દલસુખભાઈ પણ એમના પ્રત્યે ખૂબ ભક્તિ ધરાવે છે. ધર્મકરણી ઉપર એમને ઘણે ભાવ છે. કેવા દુઃખના દહાડા જોયા હતા ! આજે પિતાના માતૃભા, કરમી અને ભાગ્યશાળી પુત્રના પ્રતાપે સુખના કેવા સારા દિવસો અનુભવવાનો વખત આવ્યો છે ! દુઃખના દિવસોમાં ગરીબને બેલી ગરીબ જ થાય. એમ સુરેન્દ્રનગરના અનાથાશ્રમે દલસુખભાઈ વગેરે ચારે ભાઈઓને આશ્રય આપે. અહીં સાત વર્ષ રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધેરણ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસના આ પ્રારંભિક સમયમાં પણ એમની વિદ્યારુચિ જાગતી હતી પિતાના ફાજલ સમયને ઉપયોગ એમણે આશ્રમની લાયબ્રેરીનાં પુસ્તક વાંચવામાં કર્યો; સાથે સાથે અવ્યવસ્થિત બનેલી લાયબ્રેરીને સુવ્યવસ્થિત પણ કરી.આ પ્રવૃત્તિઓ, એક રીતે, એમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહિત કરી. આ પ્રારંભિક અભ્યાસકાળમાં પણ એમનું વલણ ગેખવા કરતાં વાંચવા-વિચારવા તરફ વિશેષ હતું અને આશ્રમમાં એમની નામના એક હોશિયાર અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે હતી. દલસુખભાઈ તોફાન કરે એવું તે માન્યામાં જ ન આવે. પણ આશ્રમના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરીને વિદ્યાર્થીઓની આંખે ચડેલા ગૃહપતિને ફસાવવા માટે વિદ્યાર્થીઓએ એમના માથે આશ્રમની કેરીઓ ઉપાડી ગયાનું તહોમત આવે એવું એક કાવતરું ગોઠવેલું; એમાં દલસુખભાઈ પણ શામેલ હતા. ક્યારેક તેઓ દુઃખ સાથે એ પ્રસંગને યાદ કરીને કહે છે કે, મારા હાથે જાણીજોઈને આ પાપ થઈ ગયું! આવી સરળ અને પાપભીરુ વૃત્તિની બક્ષિસ એમને બચપણથી જ મળી હતી; ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા રહેલ એમના નિર્દોષ વિકાસમાં આ ગુણો ઘણો મોટો ફાળો આપવાના હતા. દલસુખભાઈ ગરીબીના પારણે ખૂલ્યા હતા, એટલે સુખ-સાહ્યબીની એમને ન તે કોઈ કલ્પના હતી કે ન તે એ માટે કોઈ તૃણાભરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50