Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ દાખલ કરવા વિચાર્યું. ત્યાં રહીને નચિંતપણે અભ્યાસ પણ થશે અને અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણ વર્ષ સુધી ઉત્તરોત્તર વધતા પગારે નેકરી પણ મળી રહેશે. એમના પ્રયત્નથી દલસુખભાઈને સંસ્થામાં પ્રવેશ તે મળી ગયે, પણ બિકાનેર જેટલે દૂર સુધી પહોંચવાના પૈસા ક્યાંથી લાવવા? છેવટે બાવન ગામ ભાવસાર કેળવણી મંડળે પૈસાની સગવડ કરી આપી, અને તેઓ સને ૧૯૨૭માં બિકાનેર પહોંચ્યા. આ મંડળને આ ઉપકાર શ્રી દલસુખભાઈ આજે પણ ભૂલ્યા નથી, એટલું જ નહીં, સમયે સમયે એનું ઋણ પણ અદા કરતા રહે છે. આ સંસ્થામાં રહેવા-જમવાની તથા ભણવાની સગવડ સારી હતી, અને શ્રી દલસુખભાઈની વિદ્યાભ્યાસની ધગશ પણ ઘણી હતી, એટલે એમને તે, પોતાની વિદ્યાવાંછાને પૂરી કરવા માટે, જાણે ભાવતાં ભેજન મળી ગયાં. તેઓ પૂરા યોગથી વિદ્યાભ્યાસમાં લાગી ગયા. તે વખતે બિકાનેરમાં શ્રી ભેરેદાનજી શેઠિયા એક જૈન પાઠશાળા ચલાવતા. આમાં જૈન શાસ્ત્રોના અભ્યાસી પંડિતે કામ કરતા એમના લાભ ટ્રેનિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ મળતો. પંડિત શ્રી ભાચંદજી ભારિત્ન તથા શ્રી વીરભદ્રજી ઊંડા અભ્યાસી હતા. તેઓ વિદ્યાર્થીઓને ખૂબ લાગણીપૂર્વક ભણાવતા. પંડિત વેલશીભાઈ પણ એવા જ સારા શિક્ષક હતા. ઉપરાંત, ટ્રેનિંગ કોલેજને શિરસ્તો એવો હતો કે, જ્યાં જ્યાં વિદ્વાને કે વિદ્વાન મુનિરાજે હોય ત્યાં, અમુક મહિના માટે, વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા. આને લીધે વિદ્યાર્થીઓ, મજાકમાં, આ સંસ્થાને ટ્રેનિંગ કોલેજના બદલે ટ્રાવેલિંગ કોલેજ કહેતા ! દલસુખભાઈએ સને ૧૯૨૭-૨૮માં બીકાનેરમાં અને ૧૯૨૮૨ભાં જયપુરમાં અભ્યાસ કર્યો. સને ૧૯૨૯-૩૦માં ખ્યાવરમાં જૈન ગુરુકુળમાં રહી અભ્યાસ કર્યો. સને ૧૯૩૦ના ચોમાસામાં તેઓ તથા બીજા વિદ્યાથીઓ કચ્છમાં અંજારમાં શતાવધાની, પૂજ્ય પંડિતરત્ન મુનિવર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે રહ્યા. મુનિજી મોટા વિદ્વાન અને [૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50