Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ અહીં એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે, આટલા લાંબા સમય દરમ્યાન શ્રી દલસુખભાઈને પિતાના સંશોધનના સત્યને ગાવવાને ક્યારેય વખત નથી આવ્યો અને સંસ્થાના સંચાલકોએ પણ એમને એવું કરવાનો કયારેય ઈશારે સરખોય નથી કર્યો. સંસ્થાનો ટૂંક સમયમાં આટલે વિકાસ થયો એમાં આ બાબતને પણ મોટો ફાળો છે એ સ્વીકારવું જોઈએ. વિદ્યાઉપાર્જનમાં જેમ તેઓ ઉત્તરોત્તર આગળ વધતા ગયા, તેમ વિદ્વાન તરીકેનું ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પદ પણ એમને વગર માગ્યું અને વગર લાગવગે મળતું રહ્યું : સાચે જ શ્રી દલસુખભાઈ ભારે ભાગ્યશાળી પુરુષ છે. પંદરેક વર્ષ પહેલાં સને ૧૯૬૩માં, દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય પ્રાચ્ય વિદ્યા પરિષદ ભરાઈ હતી. અને ૧૯૬૬માં અલિગઢમાં અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદ ભરાઈ હતી. બન્ને વખતે હું દલસુખભાઈ સાથે હતે. આ બન્ને પ્રસંગોએ દેશના જુદા જુદા પ્રદેશના તેમ જ થોડાક પરદેશના પણ વિદ્વાનેની શ્રી દલસુખભાઈ પ્રત્યેની જે લાગણી જોવા મળી એ કયારેય વીસરી શકાય એવી નથી. વિ. સં ૨૦૨૩ના પર્યુષણ દરમ્યાન બેંગલરમાં ભારતની યુનિવર્સિટીઓમાં, ધર્મોના અભ્યાસના સ્થાન અંગે એક જ્ઞાનગોષ્ટિ યોજવામાં આવી હતી; એમાં માત્ર ઉચ્ચ કોટિના પચીસેક વિદ્વાનોને જ આમંત્રવામાં આવ્યા હતા. એમાં પણ જૈન ધર્મના અભ્યાસ અંગે દલસુખભાઈને સ્થાન મળ્યું હતું. એ બીના પણ એમની વિદ્વત્તા અને લેકચાહનાનું સૂચન કરે એવી છે. દલસુખભાઈ જનસંસ્કૃતિ સંશોધક મંડળ, પ્રાકૃત ટેક્ષ સેસાયટી, પ્રાકૃત વિદ્યામંડળ જેવી વિદ્યા સંસ્થાઓનું માનદ મંત્રીપદ, તદ્દન નિઃસ્વાર્થ ભાવે, સંભાળી રહ્યા છે; જ્ઞાનોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને પાર્શ્વનાથ વિદ્યાશ્રમના સલાહકાર છે; અને વિદ્યાવૃદ્ધિના હેતુથી એમના જ્ઞાતિ મંડળની કામગીરી પણ વહન કરે છે. ૧૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50