Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ નામનાની એમને જરાય ઝંખના નથી. પૈસે એમને લેભાવી શકતો નથી. અને આવા પ્રખર પાંડિત્યને એમણે એવું પચાવી જાણું છે કે એમને પંડિત તરીકે સંબોધતાં પણ સંકોચ થાય છે. એમના નમ્ર, નિખાલસ અને નિર્મળ મન ઉપર પાંડિત્યનું આધિપત્ય કયારેય જેવા નહીં મળે. તેથી જ તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. અવિવેક કરે નહીં અને કોઈને ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની વિશેષતા છે. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા અને છાયા જેવો એકરૂપ સંબંધ હતા, છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તે તે તેઓ વિના સંકેચ રજૂ કરતા જ. સત્યને વફાદાર રહેવાની પંડિતજીની ટેવને દલસુખભાઈએ પણ આ રીતે અપનાવી જાણું છે. નિર્મળ જીવન અને સૌમ્ય વ્યક્તિત્વ શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને કયારેક મીઠી મૂંઝવણભર્યો એવો રમૂજી સવાલ થઈ આવે છે કે, એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય વધે ? એમની છાબેલી છતાં મૂળ સુધી પહોંચ નારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, તન-મન-ધનના ભોગે પણ કેઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહદષ્ટિ, વેર-વિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણનો અભાવ વગેરે ગુણો એમના રોમ રોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરે છે. એટલે આપણે તે એમ જ માનવું રહ્યું કે એમનું પાંડિત્ય એમના સૌજન્યથી અને એમનું સૌજન્ય એમના પાંડિત્યથી શોભી ઊઠે છે; અને એ બન્નેના વિરલ સુમેળથી ભી ઊઠે છે એમનું જીવન. જે સગુણ બીજાને પ્રયત્નથી પણ સાધ્ય થવા મુશ્કેલ છે તે એમને સહજપણે મળ્યા છે, તે એમ બતાવે છે કે, એમની સાધનાનો તંતુ આ જીવનથી આગળ વધીને પૂર્વ જન્મના [ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50