Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ લતાં પ્રારંભ અને માણવા વિધાન આ રીતે ટોરોન્ટો યુનિવર્સિટીમાં જોડાવાનું સીધેસીધું આમંત્રણ આપ્યા બાદ, એ માટે શ્રી દલસુખભાઈની પસંદગી કરવાનું કારણ દર્શાવતાં પ્રોફેસર વાઈરે લખ્યું હતું કે— ભારતમાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનેની અન્ય શાખાઓ તેમ જ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસે અને સમજૂતી આપી શકે એવા સાવ ગણ્યાગાંઠયા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારા કામને ઘણા વખતથી પિછાનું છું; તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગયું છે.' શ્રી દલસુખભાઈની જન આગમ અને ભારતીય દર્શનની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે, ઠીક ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. આમ છતાં જ્યારે એમની વિદ્વત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવામાં આવી અને એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવી ત્યારે શ્રી દલસુખભાઈને તેમ જ એમના પરિચિત સૌકોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પશી વિદ્વત્તા તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ પ્રસંગે જાણે સુવર્ણ કળશ ચડાવ્યો હોય એમ લાગ્યું હતું. બાકી તે, એ હેમ જ હતું અને હેમનું હેમ જ છે; આ પ્રસંગથી આપણને એની વિશેષ પ્રતીતિ થવા પામી હતી એટલું જ ! અહીં એ જાણવું પણ આહૂલાદકારી બની રહેશે કે, પિતાની કામગીરીને સફળતાપૂર્વક પૂરી કરીને, ભારત પાછા આવ્યા પછી પણ, કેનેડા સરકાર તરફથી એમને કાયમને માટે અમુક ડોલરનું માસિક પેન્શન મળે છે, તેમ જ એમની વિદ્વત્તાને લાભ લેવા પ્રોફેસર વાર ક્યારેક ક્યારેક એમની પાસે આવીને પણ રહે છે. ૧૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50