Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ કેઈક સીમાડા સુધી પહોંચેલે હો જોઈએ. એણે એમના જીવનને સ્ફટિક સમું નિર્મળ અને વ્યક્તિત્વને ચંદ્ર જેવું સૌમ્ય બનાવ્યું છે. - શ્રી દલસુખભાઈની સાધનાના કેન્દ્રમાં માતા સરસ્વતી બિરાજે છે. એ ઉપાસનાનું ફળ એમને કેવું જીવનદાયી અને સમભાવપૂર્ણ મયું છે એને ખ્યાલ ૧૪ વર્ષ પહેલાં દિલ્લીમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ સંભારણાં માં છપાયેલ નાના સરખા સવાલ-જવાબથી પણ મળી શકે છે :: “સવાલ : આપ કયા દર્શનને અનુસરો છો ? દલસુખભાઈ: હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વ દર્શનને અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું.” જીવનમાં સર્વદર્શનસમભાવ તથા સર્વદર્શનમમભાવની ઉદારતા ઊતરી હોય અને હું ક્ષીરનીર ન્યાયે ગમે ત્યાંથી સાર ગ્રહણ કરવાની વિમળ દૃષ્ટિ પ્રગટી હોય, તે જ સમન્વયની ભાવના પ્રત્યે આવી અભિરુચિ જાગે. આવા એક વિનમ્ર, સરળ અને સૌજન્યશીલ પંડિત પુરુષને વિ. સં. ૨૦૩૦ની સાલન શ્રી વિજયધર્મસૂરિ–જન સાહિત્યસુવર્ણ ચંદ્રક એનાયત થાય છે, તે એક ખૂબ ઉત્તમ સુયોગ છે. એથી ચંદ્રક તથા શ્રી દલસુખભાઈ માલવણિયા, એ બને વિશેષ ગૌરવાન્વિત બનવાના છે. જીવનભરની આવી યશસ્વી વિદ્યાયાત્રામાં, હવે પછી પણ, શ્રી દલસુખભાઈને માટે એમની પ્રશાંત પુરુષાર્થપરાયણતા, કાર્યનિષ્ઠા અને પરોપકારવૃત્તિ જ સદાને માટે સાચા આશીર્વાદ રૂપ બનવાની છે. આપણે તો એમને તેઓ આથી પણ અનેકગણી વધારે કીર્તિ, સફળતા અને વિદ્વત્તા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપીને જ સંતોષ માનીએ. ૬, અમૂલ સે સાયટી; અમદાવાદ-૭ – રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૯-૫-૧૯૭૮ ૨૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50