Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ ભદ્ર પ્રકૃતિના સાધુપુરુષ હતા. ચોમાસા બાદ બધા વિદ્યાર્થીઓ ખ્યાવર જૈન ગુરુકુળમાં રહ્યા. સને ૧૯૩૧માં દલસુખભાઈ “ન્યાયતીર્થ' થયા; ઉપરાંત સંસ્થા તરફથી એમને “જૈન વિશારદ'ની પદવી મળી. આ ચાર વર્ષમાં દલસુખભાઈએ સંસ્કૃત-પ્રાકૃતભાષા અને ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં જે નિપુણતા બતાવી તેથી શ્રી દુર્લભજીભાઈ ઝવેરીએ ભવિષ્યના આ છૂપા ઝવેરાતનું હીર પારખી લીધું. આગમોના અભ્યાસ માટે એમણે દલસુખભાઈને તથા શ્રી શાંતિલાલ વનમાળીદાસ શેઠને અમદાવાદમાં પૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ જીવરાજ દોશી પાસે મોકલ્યા. પંડિતજી જૈન આગમસૂત્ર તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ શાસ્ત્રોના સમર્થ અને મર્મજ્ઞ વિદ્વાન હોવા સાથે એતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આગમોને સમજવા-સમજાવવાદી મૌલિક દષ્ટિ ધરાવે છે. શ્રી દલસુખભાઈને એમની પાસે આગમોના અભ્યાસની જાણે મુખ્ય ચાવી મળી તેમ જ, પંથમુક્ત થઈને, સત્યને શોધવા અને સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પણ મળી. સાથે સાથે એમની રાષ્ટ્રભાવના પણ વધારે ખીલી. આ રીતે સવા વર્ષ આ અભ્યાસ ચાલ્યો. એમ કહેવું જોઈએ કે, દલસુખભાઈના વિદ્યાવિકાસમાં તેમ જ જીવનવિકાસમાં પંડિત શ્રી બેચરદાસજી સાથે આ સમય વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એ રીતે વી. અમદાવાદના આ નિવાસ દરમિયાન જ એમને પૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજીની પણ ઓળખ થયેલી. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં પંડિત બેચરદાસજીને જેલનિવાસ મળે, અને દલસુખભાઈનો અમદાવાદને અભ્યાસકાળ પૂરે થયો. પણ શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તો અભ્યાસી વિદ્યાર્થીઓને આગળ વધારવામાં પાછા પડવાને બદલે એ માટે જે કંઈ કરવું પડે તે માટે પૂરો ઉલ્લાસ અને ઉત્સાહ ધરાવતા હતા. તે વખતે ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન ભારતીય વિદ્યા ઉપરાંત પૌરય વિદ્યાના અધ્યયનનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર લેખાતું હતું. અહીં એશિયાના તેમ જ યુરોપના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50