Book Title: Dalsukhbhai Malvaniya Pandit Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar View full book textPage 7
________________ ઝંખના હતી. અંધકારઘેરી રાતની જેમ એને પણ, જીવનના સહજ કમની માફક, વધાવી લઈને એને પાર કરવાનો તેઓ તેમ જ એમનું આખું કુટુંબ પ્રયત્ન કરતાં રહ્યાં અને જેવી સ્થિતિ આવી પડે એમાં સતિષ માનતા રહ્યાં. શ્રી દલસુખભાઈ કહે છે કે, મારે જિંદગીમાં ભાગ્યે જ કોઈ મુસીબત વેઠવી પડી છે. પણ જ્યાં મુસીબતને શરૂઆતથી જ દોસ્તની જેમ વધાવી લીધી હોય, ત્યાં દુઃખ દુઃખરૂપે લાગે જ કેવી રીતે? સુખસાહ્યબી અને સંપત્તિની તૃષ્ણા જ માનવીને દુઃખનો કટ અનુભવ કરાવે છે. દલસુખભાઈના સુખી જીવનની ગુરુચાવી એમણે સંતોષપૂર્વક ગરીબીને અમૃતરૂપે પચાવી જાણી એ જ લેખી શકાય. આ રીતે અનાથાશ્રમમાં સાત વર્ષ પૂરાં થયાં. પછીને ભાગ્યયોગ કંઈક જુદા જ હતો. શાસ્ત્રીય અભ્યાસ સમયને ઓળખીને શ્રી સ્થાનકવાસી જૈન કેફિરન્સ, એ વખતમાં, ગૃહસ્થ જૈન પંડિતે તૈયાર કરવાની દિશામાં પ્રયત્નો આદર્યા હતા અને એ માટે સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કેલેજની સ્થાપના કરી હતી. મૂળ મોરબીના વતની અને દાયકાઓથી જયપુરમાં જઈ વસેલા શ્રી દુર્લભજીભાઈ ત્રિભોવનદાસ ઝવેરી સમાજઉત્કર્ષની ભાવનાવાળા શ્રીમંત સજજન હતા. તેઓ ટ્રેનિંગ કોલેજના કેવળ મંત્રી જ નહીં પણ પ્રાણ હતા. અને જન વિધાન તૈયાર કરવાની એમની ઝંખના તીવ્ર હતી. હોંશિયાર વિદ્યાર્થીઓને શોધવા અને સારા સારા વિદ્વાનો પાસે રાખીને એમને તૈયાર કરવા માટે તેઓ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા. આ સંસ્થામાં તૈયાર થયેલ પંડિતે, ત્રણ વર્ષ સુધી, કોન્ફરન્સ બતાવેલી કામગીરી બજાવવાનું બંધન હતું. બદલામાં માસિક પગાર પહેલા વર્ષે રૂ. ૪, બીજા વર્ષે રૂ. ૫૦૦ અને ત્રીજા વર્ષે રૂ. ૬૫ મળતો. - શ્રી દલસુખભાઈના કુટુંબી કાકા મુનિશ્રી મકનજી મહારાજને આ એજનાની જાણ થઈ, એટલે એમણે દલસુખભાઈને આ સંસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50