Book Title: Dalsukhbhai Malvaniya Pandit Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar View full book textPage 5
________________ કુટુંબ, સ્થિતિ અને પ્રારંભિક અભ્યાસ મારી જેમ એમનું પણ મૂળ વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લામાં સાયલા ગામ. તેઓના વડવાઓ મૂળ માલવણ ગામમાં રહેતા, એટલે એમનું કુટુંબ “માલવણિયા” કહેવાયું. તા. ૨૨-૭-૧૯૧૦ ના રોજ એમનો જન્મ. એમના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ; માતુશ્રીનું નામ પાર્વતીબહેન; જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. ડાહ્યાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી. ચાર ભાઈઓમાં દલસુખભાઈ સૌથી મોટા. કુટુંબની સ્થિતિ આજનું રળેલું કાલે ખાય એવી સાવ સામાન્યઃ ગરીબ કહી શકાય એવી. ડાહ્યાભાઈ કટલરી વગેરે પરચૂરણ વસ્તુઓની નાની સરખી દુકાન ચલાવીને કમાણી કરે, અને પાર્વતીબહેન ટાંચાં સાધને અને ઓછી કમાણમાં ડહાપણ અને કોઠાસૂઝથી ઘર ચલાવે અને જ્ઞાતિવ્યવહાર સાચવે. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ ગુજરાતી બે ધોરણ પૂરાં કર્યા. કેટલીક વાર નાતને વ્યવહાર સાચવવો તે દૂર રહ્યો, કુટુંબને નિર્વાહ ચલાવો પણ મુશ્કેલ બની જાય એવા કપરા એ દિવસો હતા ! અધૂરામાં પૂરું દલસુખભાઈ દસેક વર્ષના થયા એવામાં એમના પિતાશ્રીને સ્વર્ગવાસ થયો ! કુટુંબની સ્થિતિ, એકનો એક આધાર સ્થંભ તૂટી પડતાં એકદંડિયા મહેલની જેવી થાય તેવી, નિરાધાર થઈ ગઈ. પાંચ સંતાનોની, ભણતર વગરની માતાને માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશ્રય ન રહ્યો. અંતરમાં કાર્યસૂઝ અને ખમીર તો હતાં જ, પણ જ્યાં વજપાત જેવી આપત્તિ વરસી પડે ત્યાં કાળા માથાને માનવી એની સામે કેટલું મૂકી શકે ? અને છતાં આ કારમા સંકટમાં પણ આ કુટુંબ કંઈક પણ ટકી શક્યું હોય તે તે પાર્વતીબહેનની આવડત અને હિંમતને બળે જ ! શ્રી દલસુખભાઈએ પિતાનું સુખ તે ન જોયું, પણ માતૃસુખમાં તેઓ ભાગ્યશાળી છે : એમનાં હેતના કટકા જેવાં બા બાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50