Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ દિગ્ગજ વિદ્વાનોને અધ્યયન અધ્યાપન માટે મેળે જામત. સાંસ્કૃતિક અધ્યયન-અધ્યાપન કરવા ઈચ્છતા વિદ્વાનું એ મોટું મિલનસ્થાન હતું, અને ત્યાં, નહીં જેવા વેતને અધ્યાપન કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ધન્યતા અનુભવતા. શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈ શાંતિભાઈ વગેરેને વિશ્વસંસ્કૃતિના સંગમસ્થાન સમા આ વિદ્યાધામમાં મોકલી આપ્યા. શ્રી દુર્લભજીભાઈની આ દૂરંદેશી, સમય જતાં, કેટલી બધી ઉપકારક નીવડી ! શાંતિનિકેતનમાં મહામહોપાધ્યાય શ્રા વિધુશેખર શાસ્ત્રી ભટ્ટાચાર્ય જેવા આદર્શ શિક્ષક પાસે પાલિ ભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના અભ્યાસને તો લાભ મળે જ, ઉપરાંત એક વિદ્યાતપસ્વી ઋષિ જેવા એમના ધ્યેયનિષ્ઠ, નિઃસ્વાર્થ, સાદા, નિર્મળ અને ઘડિયાળ જેવા નિયમિત જીવનની ઊંડી અસર પણ ઝીલવા મળી. પૂજ્ય પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃત ભાષા અને જૈન આગમનું વિશેષ અધ્યયન કરવાનો અવસર પણ અહીં મળે. અને ગુરુદેવ ટાગોરની વિધવાત્સલ્ય અને વિશ્વશાંતિની ભાવનાની સુભગ છાયા તે ઋષિઆશ્રમ સમા એ વિદ્યાધામમાં સદાકાળ પથરાયેલી જ રહેતી. વળી, ત્યાંના સમૃદ્ધ અને સહુને માટે સદાય ઉઘાડા રહેતા પુસ્તકાલયનો લાભ પણ દલસુખભાઈએ ખૂબ લીધે. જન આગમો તથા અન્ય ગ્રંથનું પોતાની જાતે જ બહાળું વાચન અને મનન કરવાને અપૂર્વ અવસર એમને અહીં મળે. બે વર્ષ શાંતિનિકેતનમાં રહ્યા અને અભ્યાસકાળને–વિદ્યાથીજીવનનો-એક મહત્ત્વનો તબક્કો પૂરો થા. શાંતિનિકેતનમાં દલસુખભાઈની વિદ્યાવૃત્તિ, શતદળ કમળની જેમ, એવી પાંગરી કે એમની ગણના હવે વિદ્યાથીના બદલે વિદ્વાન કે પંડિતની કક્ષામાં થવા લાગી. સાત વર્ષ અનાથાશ્રમમાં અને સાતેક વર્ષ ટ્રેનિંગ કોલેજના સહારે અભ્યાસ કરીને સને ૧૯૩૪માં એમણે શાંતિનિકેતન છોડ્યું. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50