Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી; અને બનારસ જવામાં તે માસિક રૂ. ૮૦૦ની કમાણી છોડીને માત્ર રૂ. ૩૫ થી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ ખેંચાયેલું રહેતું. તેથી એમણે પંડિતજીની માગણી સ્વીકારી લીધી. અને સને ૧૯૩૫ના ફેબ્રુઆરીમાં બનારસ ગયા. આજે એમ લાગે છે કે, આ નિર્ણય સુભગ દિશા પલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતે; અને એમાં, ધરતીમાં છુપાયેલા બીજની જેમ, વિકાસગામી ભવિતવ્યતાને યોગ છુપાયે હતો. છતાં, આર્થિક દૃષ્ટિએ તે, દલસુખભાઈને માટે એ એક સાહસ જ હતું. પંડિતજીની માનવીને અને ખાસ કરીને વિદ્યાસાધકને પારખવાની કસોટી બહુ આકરી હતીઃ પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કરતા, પથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય, એ તે એમની પાસે ટકી જ ન શકે. એમની પાસે રહેનારે તે કેવળ નિર્ભેળ સત્યના શોધક અને ખપી થઈને, કટુ કે અણગમતા સત્યને સ્વીકાર કરવા અને પોતાના મનમાં પવિત્રરૂપે વસી ગયેલી માન્યતા પણ, જે એ નિરાધાર હોય તો, એનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જૂનવાણી પણાના સમર્થનની નહીં પણ સત્યની શોધની જ દષ્ટિ હોવી જોઈએ. દલસુખભાઈ પંડિતજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. પછી તે યોગ્ય ગુરુને યોગ્ય શિષ્ય મળે એના જે બીજો કોઈ લાભ નથી હોતો. તરત જ પંડિતજીની અમીદષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા. લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી પણ બની ગયા. પિતાપુત્રની જેમ બને સ્નેહતંતુએ બંધાઈને એકરસ બની ગયા! પંડિતજીએ ભારતીય તત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાંક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તે ઘરઆંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથે સાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા, તેમ જ પંડિતજીના વર્ગોને લાભ પણ લેતા રહ્યા, પણ પછી તે, દલસુખ ૧૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50