Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ લગ્ન અને નોકરી આ અભ્યાસકાળ દરમિયાન જ, ૧૯૩૨માં, રર વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબેન (મથુરાગીરી ) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમેજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવવો એ ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું. હવે તે કમાણી એ જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી. એટલે, ટ્રેનિંગ કોલેજના નિયમ પ્રમાણે, માસિક રૂ. ૪૦)ના પગારથી, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર જન પ્રકાશની ઓફિસમાં, મુંબઈમાં, શ્રી દલસુખભાઈ નેકરીમાં જોડાઈ ગયા. દલસુખભાઈના કુટુંબજીવન અંગે અહીં જ સંક્ષેપમાં નિર્દેશ કરે ઉચિત છે. એમનું લગ્નજીવન સાદુ અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવના, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. પણ મારે કંઈક એમની સાથે એવી લેણાદેણી હતી કે, કંઈક ને કંઈક નિમિત્ત શોધીને, અમે મન ભરીને વાત ન કરીએ તે નિરાંત ન થતી. કમનસીબે એમને ડાયાબિટિસનો વ્યાધિ લાગુ પડ્યો અને સને ૧૯૬૫ના જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું ! શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારને વજપાત હતો. ગરવી, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના શ્રી દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક બરદાસ્ત કરી રહ્યા. છતાં એનો છૂપે જખમ એમના અંતર ઉપર કે ઘેરે પડ્યો હતો, તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે. મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું નામ શું વાન ન' નામે પુસ્તક આગરાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું હતું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કઈ કરુણ રસના કવિની ૧૦ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50