Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ ભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પિતાના વર્ગો લેવાની કામગીરી સોંપતા ગયા તેમ જ પિતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. પંડિતજી પિતાની જાત પૂરતા તો ભારે કરકસરથી કામ લેવા દેવાયા હતા; પણ પિતાના સાથીને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે તેઓ પૂરેપૂરા ઉદાર હતા. દલસુખભાઈની અર્થચિંતા એ એમની પિતાની ચિંતા બની ગઈ બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં “પ્રમાણમીમાંસા'ના સંશોધન માટે પંડિતજીને પાટણ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. વિમળ સાધુતા, સમતા અને જ્ઞાનના સાગર સમા આ મુનિમહારાજે સાથે શ્રી દલસુખભાઈને નો પરિચય થયો, જે કાયમને માટે મોટો લાભકારક બની રહ્યો. જન ચેરના અધ્યાપક તરીકે પંડિતજીને યુનિવર્સિટી તરફથી માસિક દોઢસો રૂપિયાનો પગાર મળતો. બીજા પ્રોફેસરોની સરખામણીમાં તો આ વેતન ઘણું ઓછું હતું જ. સાથે સાથે, પંડિતજીને કાયમને માટે એક વાચક રાખવાનું ખર્ચ પણ કરવું પડતું હતું, એટલે, જરૂરિયાતની દૃષ્ટિએ પણ, દોઢસો રૂપિયા જેટલી રકમ ઓછી પડે એવી હતી. તેથી કોન્ફરન્સના શાણા સંચાલકોએ, દર મહિને, બીજ દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નકકી કર્યું. પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી. પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરીયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ કામ ઠીક રીતે ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભવૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત થયા–જાણે જીવનનો એક બહુમૂલ પાઠ મળ્યો. બનારસમાં દલસુખભાઈએ પંડિતજીના ગ્રંથસંશોધનમાં [ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50