Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ સૌજન્યશીલ સારસ્વત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા મર્મસ્પર્શ અને સત્યશોધક જ્ઞાનસાધનાને વિદ્વત્તા આપમેળે જ આવી મળે છે. જ્યારે વ્યક્તિની બુદ્ધિ અને શક્તિ જ્ઞાનોપાસનાની આવી મંગલકારી દિશામાં ગતિ કરવા લાગે છે ત્યારે વિદ્યાના કેઈ પણ વિષયમાં પારગામી વિદ્વત્તાનું વરદાન મેળવવા માટે વિદ્યાલય કે મહાવિદ્યાલયની પદવી પ્રાપ્ત કરવાની કશી ખેવના રહેતી નથી. પણ આવા દાખલાઓ દુનિયામાં અતિ અતિ વિરલ જોવા મળે છે. સ્વ. પરમ પૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી સંઘવી આ યુગની આવી વિદ્યાવિભૂતિઓમાંની એક જવલંત વિદ્યાવિભૂતિ હતા. ગુણવત્તા અને વ્યાપક તથા સત્યમૂલક જ્ઞાને પાસના–એ બંને દષ્ટિએ પૂજ્ય પંડિતજીના શિષ્યપણાને જીવી, ભાવી અને ગૌરવશાળી બનાવીને પોતાના જીવનને વિશેષ યશનામી બનાવી જાણનાર, મારા સહૃદય સુહદ, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા આવા જ એક સૌજન્યશીલ અને આદર્શ વિદ્યાપુરુષ છે. એમણે એકમાત્ર નાની સરખી પદવી કલકત્તાની બંગાળ સંસ્કૃત પરિષદની જેમ વિષયના “ન્યાયતીર્થ”ની મેળવી છે, પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન, અન્ય ભારતીય દર્શને, જૈન સાહિત્ય અને સમગ્ર જિન આગમ સાહિત્યમાં નિપુણતા મેળવીને એમની વિદ્વત્તાને જે વિસ્તાર કર્યો છે, તે નવાઈ ઉપજાવે એવો અને એમની નિષ્ઠાભરી વિદ્યાસાધનાની કીર્તિગાથા બની રહે એ છે. આ સિદ્ધહસ્ત સરસ્વતીપુત્રને જીવનની કેટલીક વિગતોથી માહિતગાર થઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50