Book Title: Contribution of Jainas to Sanskrit and Prakrit Literature
Author(s): Vasantkumar Bhatt, Jitendra B Shah, Dinanath Sharma
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
View full book text
________________
18
સાહિત્ય ભવનમાં ગોઠવવામાં આવેલા. કૉલેજ મેનેજમેન્ટ અને આચાર્ય તરીકે નીમવા માગતી હતી. એટલે હું નિશ્ચિત હતો. ઈન્ટરવ્યુ માટે નોર્થ ગુજરાત એજ્યુકેશનના સેક્રેટરી મુ.શ્રી ભાઈચંદભાઈ અને હું એક જ વાહનમાં અમદાવાદ આવવા નીકળેલા. ચંદ્રા સાહેબને આ માહિતી હતી. આમ તો સીધાસાદા અને યુનિવર્સિટીના રાજકારણથી બિલકુલ નિર્લેપ. પણ મારા ઇન્ટરવ્યુ અંગે તેમને ચિંતા. યુનિવર્સિટી સ્તરે અન્ય એક ઉમેદવારની પસંદગી થાય તેવા જોરદાર પ્રયત્નો થયા. ચંદ્રાસાહેબને આની ખબર પડતાં તેમને ભારે ચિંતા થઈ. મને સમયસર જાણ કરવા લગભગ એક કલાક સુધી ભાષા ભવનના ગેટ પાસે ઊભા રહ્યા. યુનિવર્સિટીના રાજકારણે ભજવેલા ભાગને કારણે પસંદગી સમિતિમાં આચાર્યશ્રીની પસંદગી અંગે વિવાદ તો થયો પણ અંતે મારી નિમણૂક થઈ. ચંદ્રાસાહેબને મુશ્રી ભાઈચંદભાઈ આ જાણીને સતેજ થઈ ગયા અને કદાચ તેમણે મનોમન નિર્ણય લઈ લીધો હશે જેથી તેમના અંગે પસંદગી સમિતિમાં વિવાદ થવા છતાં તેમના આગ્રહને કારણે આચાર્ય તરીકે મારી જ પસંદગી થઈ. આમ કૉલેજના આચાર્ય તરીકેની મારી નિમણૂકમાં ડૉ. ચંદ્રાસાહેબનો આડકતરો સહયોગ રહ્યો.
તેમના સંશોધન ક્ષેત્રે આપેલા યોગદાનનું ઉચિત સન્માન થયું છે એનો સંતોષ લઈ શકાય. અનેક પુરસ્કારો અને સુવર્ણચંદ્રકોથી તેઓ સન્માનિત થયા છે.
તેમના સંશોધન અને વિદ્યાકીય પ્રવૃત્તિમાં તેમના સુશીલ, સેવાભાવી તપસ્વી અને ધાર્મિક પ્રવૃત્તિમય જીવનસાથી ઉર્મિલા બેનનો ઉષ્માભર્યો સક્રિય સહયોગ રહ્યો.
કૌટુમ્બિક જવાબદારી અદા કરવામાં પણ તેઓએ તેમનાં ત્રણે સંતાનોને ઉચ્ચ કેળવણી આપી સામાજિક ફરજ અદા કરી છે. બન્ને દીકરાઓ ડૉ. નરેન્દ્રકુમાર અને ડૉ. પ્રવીણકુમાર એમ. ડી. ની ઉપાધિ ધરાવે છે. એમ. કોમ. થયેલ દીકરી હીનાકુમારીનાં સુખી પરિવારમાં લગ્ન થયેલાં છે.
- પં. બેચરદાસજીના વિશેષ પ્રયત્નોથી તે સમયના યુ. જી. સી.ના ચેરમેન ડૉ. ડી. એસ. કોઠારી મારફતે ગુજરાત યુનિ.માં પ્રાકૃત વિભાગ ૧૯૬૯માં શરૂ થયેલો. વ્યાખ્યાતાની જગ્યા માટે હું અને ડૉ. ચંદ્રા ઉમેદવારો હતા. ડૉ. ચંદ્રાની પસંદગી થઈ ત્યારે મનમાં થોડુંક દુઃખ થયેલું પણ તેમની વિદ્યાનો પરિચય થતાં મને સમજાયું કે તેમની નિમણૂક ન્યાયોચિત હતી.
કાનજીભાઈ પટેલ
પૂર્વઆચાર્ય, એમ. એન. સાયંસ અને પી. કે. કોટાવાળા
આટર્સ કૉલેજ, પાટણ (ઉ. ગુ.)
]] ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org