Book Title: Chaturthstutinirnay Shankoddhar Author(s): Dhanvijaymuni Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh View full book textPage 8
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના ભંડારમાં છે, તે જોઈ લેવો. નવ કલમના સહીપત્ર પછી થોડા સમય પછી વિજય રાજેન્દ્રસૂરિએ રત્નપુરીમાં શ્રી વિજય ધરણેન્દ્રસૂરિ સમક્ષ પાંચ વર્ષ પછી પરિગ્રહનો ત્યાગ કરી ક્રિયોદ્ધાર કરવાનો સંકલ્પ કરેલ. તે સમય પૂર્ણ થતાં જ છત્રચામર વગેરે છોડી તામ્રપત્રના લેખ સહિત જાવરા શ્રીસંઘમાં ભેટ કરી. સંવત ૧૯૨૫ અષાઢ વદી દશમના રોજ કિયોદ્ધાર કરેલ. તે તામ્રપત્ર જાવરા મૂળનાયકજીના દેરાસરમાં વિદ્યમાન છે. તેની નકલ નીચે મુજબ જાણવી. ||સહી શ્રી જાવરાનગરે | ૐ હ્રીં શ્રી જિનાય નમઃ સં. ૧૯૨૫, અષાઢ વદી-૧૦ શ્રી વિજય રાજેન્દ્રસૂરિભિઃ કિયોદ્ધાર: કૃતઃ. તેઓએ શ્રી આદીશ્વર જિનાલયે ભગવાનને આટલી વસ્તુ સમર્પિત કરી. (૧) છડી, (૨) ચામર, (૩) સૂરજમુખી, (૪) છત્ર, (૫) સુખાસન. તેઓએ આટલી ચીજ ઋષભદેવજીને ભેટ કરી. આ વસ્તુ કોઈ લેઆપે-ભાંગે કે તામ્રપત્રને ઉખેડે તેને ચોવીશીની આણ છે. હ. વજીર. ૫. હમીરવિજયઠાં. નર્વશ્રી હજૂર આજ્ઞાથી. આ ઉપરથી સાબિત થાય છે કે આત્મારામજીએ પ્રસ્તાવનામાં જ જૂઠું લખ્યું છે. કારણ કે ખટપટ ચાલી હતી તો નવકલમનો સહિપત્ર કેવી રીતે થયો ? પાલખી-ચામર છીનવી લીધા હતા તો જાવરા સંઘમાં તામ્રપત્ર સહિત ભેટ કરેલ ક્યાંથી આવ્યા ? અને આ બધું તો માલવા-મારવાડના શ્રાવકોની હાજરીમાં બનેલ છે. ત્યારે સાબિત થાય છે કે આત્મારામજી ગપગોળા ઊડાડે છે. તેનો પૃઇ બીજાથી ત્રીજા સુધીમાં પણ અસત્ય છે, ચાલો તેની ભીતરમાં જઈએ. સંવત ૧૯૪૦માં અમદાવાદમાં આત્મારામજીનું ચોમાસું નક્કી થયું. તે સમાચાર સાંભળી પૂજ્ય ગુરુદેવ રાજેન્દ્રસૂરિએ સકલ દર્શન શિરોમણિPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 494