Book Title: Chamatkar Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ ચમત્કાર ચમકાર દાદાશ્રી : એનું નામ ચમત્કાર નથી. કારણ કે તમારી બુદ્ધિ ‘લિમિટેડ’ હોય, તેમાં લોક શું કરે? લોક ‘એક્સેપ્ટ’ કેમ કરે ? તમે જેને ચમત્કાર કહો પણ વધારે બુદ્ધિશાળી હોય, તે કેમ ‘એક્સેપ્ટ’ કરે ?! એટલે ચમત્કારની જો ‘ડેફિનેશન” તમે સમજો તો ચમત્કારની ‘ડેફિનેશન’ ‘વર્લ્ડમાં કોઈએ આપી નથી. છતાં હું આપવા તૈયાર છું. ચમત્કાર એનું નામ કહેવાય કે બીજો કોઈ કરી શકે જ નહીં, એનું નામ ચમત્કાર ! ત થાય તલ ચમત્કારતી ! ચમત્કાર કોને કહેવો? પ્રશ્નકર્તા : આધ્યાત્મિક સાધના કરવા જતા ચમત્કાર જેવી શક્તિ આવે છે, તે વાત સાચી કે ખોટી ? દાદાશ્રી : ના. એવું છે, આ ચમત્કારની ‘ડેફિનેશન’ સમજો. આ ગીની છેને, તે ‘ગોલ્ડ ગીની’ છે, તો એની ‘ડેફિનેશન” જોઈએ કે ના જોઈએ ? કે ચાલે ? એવો જ તાંબાનો સિક્કો હોય અને એનાં પર ‘ગીલેટ’ કરીને લાવે તો ‘ડેફિનેશન” ના માગે ? સિક્કો એવડો જ છે, ‘ગોલ્ડ' જેવું દેખાય છે. “ગોલ્ડ' જ છે એવું કહે છે, તો ચાલે ? હવે આ “ડેફિનેશન'વાળું જે છે, તેના સામું પેલું તોલમાં મૂકીએ તો એ ઓછું થાય. શાથી ઓછું થાય ? સોનું વજનમાં વધારે હોય. એટલે આપણે કહીએ કે આ બીજો સિક્કો ‘ડેફિનેશન'વાળો નથી. એવી રીતે ચમત્કારનું પણ “ડેફિનેશન'પૂર્વક હોવું જોઈએ. પણ ચમત્કાર કોને કહેવાય, એ “ડેફિનેશન’ આ દુનિયામાં થઈ નથી. માટે કંઈ એની ‘ડેફિનેશન' નથી એવું ન કહેવાય. દરેક વસ્તુની ‘ડેફિનેશન’ હોય કે ના હોય ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા. પણ એનાં જ જુદાં જુદાં નામ આપ્યો કે આ સિદ્ધિ કહેવાય, આ ફલાણું કહેવાય, એને જ માણસો ચમત્કાર કહે છે ને ? દાદાશ્રી : સિદ્ધિ એનું નામ કહેવાય કે જે બીજો, એની પાછળનો કરી શકે. પણ ચમત્કાર એનું નામ કહેવાય કે કોઈથી કરી શકાય નહીં. પ્રશ્નકર્તા : આપે ચમત્કારની જે ડેફિનેશન' કહી, એવી ‘ડેફિનેશન' તો દુનિયામાં ય નથી ! દાદાશ્રી : એવી હોય જ નહીં ને ! એવી ‘ડેફિનેશન’ ના હોવાથી તો લોક ચમત્કારના ગુલામ થઈ ગયાં. ચમત્કારના શેઠ થવાનું છે, ત્યારે ચમત્કારના ગુલામ થયાં ! એટલે બીજો કોઈ કરી શકે જ નહીં, એનું નામ ચમત્કાર. કારણ કે સિદ્ધિ ઉત્પન્ન થયા જ કરે હંમેશાં અને એ સિદ્ધિ વટાવે એટલે ઓછી સિદ્ધિવાળા, એને ચમત્કાર કહે અને વધુ સિદ્ધિવાળા પેલા પર દયા ખાતા હોય કે આણે સિદ્ધિ વટાવી ખાવા માંડી ! તમને સમજાય છે મારી વાત ? પ્રશ્નકર્તા : બરોબર છે. પ્રશ્નકર્તા : હાજી, હાજી. દાદાશ્રી : તો ચમત્કારની ‘ડેફિનેશન” તમે કહો. ‘ડેફિનેશન’ તમને શું લાગે છે ? શું ‘ડેફિનેશન' હોવી જોઈએ ? પ્રશ્નકર્તા : કંઈ પણ નવું થાય અને બુદ્ધિની બહારની વાત હોય, એ ચમત્કાર. દાદાશ્રી : સિદ્ધિ વટાવી એટલે શું કે તમે સાધના કરતાં કરતાં જે કંઈ શક્તિ પ્રાપ્ત કરો, એ શક્તિ બીજા માટે વાપરો, એટલે એ બીજાને માટે મોટું આશ્ચર્ય થઈ જાય, એ સિદ્ધિ વટાવી કહેવાય. હવે એ ચમત્કાર ગણાય ખરો ? ના, કારણ કે બીજો સિદ્ધિ વટાવે તો એવો જ ચમત્કારPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32